News of Wednesday, 27th May 2026
અમદાવાદના મેયર હિતેશ બારોટે પદભાર સંભાળતા એક્શન મોડમાં :ખારીકટ કેનાલ સબંધિત કામગીરીનું કર્યું નિરીક્ષણ
મેયરે ખાસ કરીને ચોમાસા પહેલાં તમામ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેમણે સીધી મેદાની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા શરૂ કરી છે.
મેયર હિતેશ બારોટે વસ્ત્રાલ વિસ્તારમાં ચાલી રહેલી ખારીકટ કેનાલ સંબંધિત કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અધિકારીઓ અને સંબંધિત કાર્યકરો સાથે ચર્ચા કરી અને કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મેયરે ખાસ કરીને ચોમાસા પહેલાં તમામ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બને અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેનાલ સાથે જોડાયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મુલાકાત દરમિયાન મેયરે અધિકારીઓને કામગીરીની ગુણવત્તા જાળવવા તેમજ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. અમદાવાદમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
