News of Tuesday, 19th May 2026
અમદાવાદ મનપા દ્વારા મે મહિનામાં મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવ 18 દિવસમાં 865 એકમોની તપાસ: 522 વેપારીઓને નોટિસ
નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા રાખનારા ૫૨૨ એકમોને તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા મે મહિનામાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે એક સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત માત્ર 18 દિવસના ટૂંકા ગાળામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 865 ફૂડ યુનિટ્સ (ખાણી-પીણીના એકમો) પર ત્રાટકીને વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા રાખનારા ૫૨૨ એકમોને તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
