News of Monday, 22nd June 2026
અમદાવાદ મનપા દ્વારા પાર્કિંગ પોલિસીનો કડક અમલ શરૂ : નિરમા યુનિવર્સિટી અને ઇસ્કોન મોલ સહિત 225થી વધુ એકમોને નોટિસ
શહેરીજનોને હાલાકી ન પડે તે માટે પબ્લિક પાર્કિંગની સુવિધા ઊભી કરવાના હેતુથી કોર્પોરેશને આ ઝુંબેશ હાથ ધરી

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાર્કિંગ પોલિસીનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના 11 પ્રમુખ માર્ગો પર સપાટો બોલાવીને 225થી વધુ કોમર્શિયલ અને શૈક્ષણિક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. એએમસીની આ કડક કાર્યવાહીમાં એસ.જી. હાઈવે પર આવેલી પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ તેમજ સી.જી. રોડ પર આવેલા અનેક મોટા વ્યવસાયિક એકમોનો સમાવેશ થાય છે. શહેરીજનોને હાલાકી ન પડે તે માટે પબ્લિક પાર્કિંગની સુવિધા ઊભી કરવાના હેતુથી કોર્પોરેશને આ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં એક મહત્વની જોગવાઈ એ પણ રાખવામાં આવી છે કે જે એકમો પોતાના પરિસરમાં જાહેર જનતા માટે પબ્લિક પાર્કિંગની મંજૂરી આપશે તેમને પ્રોપર્ટી ટેક્સમાં ખાસ રાહત આપવામાં આવશે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
