<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અમદાવાદ પોલિસ કમિશનરના સાવચેતી સૂત્રો ગુજરાતભરના લોકોએ ખાસ અમલમાં મુકવા જેવા છે

વર્ષો પછી પોલિસ પ્રજાની ખરા અર્થમાં મિત્ર હોવાનો અહેસાસ થયોઃ અને cp ની પ્રજાલક્ષી નીતિ પર આફ્રિન વેપારી દ્રારા ૫૧ લાખ પોલિસ ફંડમાં જાહેર : જવેલરી બજાર, આંગણીયા પેઢી, બેંકોની વિઝીટ, રસ્‍તા, પેટા રસ્‍તા, cctv ચકાસણી, પોલીસ નંબરોના પેમ્‍પલેટ વિતરણ, ક્રાઇમ બ્રાન્‍ચના અનુભવીને જવાબદારીઓ સોંપાઈ : ફરવા જાવ ત્‍યારે લોકેશન શેર ન કરો, કોઈ PI બની કે It અફસર તરીકે આવે તો રસ્‍તામાં બેગ જોખમી બેગ ન ખોલતાઃ અનુપમસિંહ ગેહલોત

રાજકોટ, તા.૪: અમદાવાદ જવેલર્સ  એસોસીએશન, આંગણીયા એસોસિસેશન, બેંક અધિકારીઓની બેઠક પછી, તમામેં એક સુરમાં કહ્યું કે અમદાવાદ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કથની અને કરણી જોઈ, એવો ઘણાં વર્ષે અહેસાસ થયો કે પોલિસ લોકોની મિત્ર છે, તેવો અહેસાસ થયો, હૂ તમને શું મદદ કરી શકું તેવું પોલિસ મથકની દીવાલ પર લખાતું સૂત્ર ચરિતાર્થ થયું.

આના મૂળમાં જઈએ તો સહુ પ્રથમ પોલિસ ઇન્‍સ્‍પેકટરો  દ્રારા જવેલર્સ બજારનું નિરીક્ષણ કર્યું, ત્‍યાંની બજારોના રસ્‍તા પેટા રસ્‍તા ચકાસ્‍યા, cctv ચેક કર્યા, ચાલુ બંધ ચકાસણી કરી, દરેક એંગલ જોયા અને એ રીતે સ્‍થાનીક પોલિસ સાથે ક્રાઇમ બ્રાન્‍ચના અનુભવી ઉતાર્યા.

દુકાનદારોને સાવચેતીના નિયમોના પેમ્‍પલેટ આપ્‍યા. આ પેમ્‍પલેટમાં પોલિસના અગત્‍યના નંબરો આપ્‍યા. વાત અહીંથી અટક્‍તી નથી, ખુબ મોટા પેમેન્‍ટ સમયે વેપારીના વાન પાછળ પોલિસ વાહન સાથે આપ્‍યા.

બીજી તરફ અમદાવાદ પોલિસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્રારા પણ પોલિસ તો સાવધાન રહેશે પણ લોકો પાસે કેટલીક ખાત્રી સાથે જે સૂચન કર્યા છે, તે આખા ગુજરાતના લોકોએ અમલમાં મુકવા જેવા છે. દિવાળી વેકેશન દરમિયાન ઘણા લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જતા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ લોકેશન અથવા પ્રવાસ અંગેની તાત્‍કાલિક વિગતો જાહેર ન કરવાની અપીલ કરવામાં આવી છે. આવી માહિતીનો દુરુપયોગ થવાની શકયતા હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે.

દિવાળીના તહેવાર દરમિયાન બજારો અને શોપિંગ વિસ્‍તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આવી સ્‍થિતિમાં ખરીદી કરવા જતા નાગરિકોએ બાળકોને પોતાની નજર સમક્ષ રાખવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. ભીડભાડવાળા સ્‍થળોએ બાળકોને એકલા ન છોડવા અને તેમની સુરક્ષાનું ખાસ ધ્‍યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

શહેરમાં કોઈપણ અજાણી અથવા શંકાસ્‍પદ વ્‍યક્‍તિ કે પ્રવળત્તિ નજરે પડે તો નાગરિકોએ તાત્‍કાલિક ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવી. પોલીસ કમિશનરે નાગરિકોને સાવચેતી રાખવા અને શંકાસ્‍પદ બાબતોને અવગણવાને બદલે પોલીસ સુધી પહોંચાડવા જણાવ્‍યું છે.

દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. પોલીસની અલગ-અલગ ટીમો શહેરના બજારો, ભીડવાળા વિસ્‍તારો અને મહત્‍વનાં સ્‍થળોએ પેટ્રોલિંગ કરશે. પોલીસ કમિશનરે નાગરિકોને સાવચેતી રાખીને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરવા અપીલ કરી છે.

પોલીસ કે ઇન્‍કમટેક્‍સ અધિકારી બનીને આવે તો સાવધાન પોલીસ કમિશનરે ખાસ ચેતવણી આપતાં જણાવ્‍યું છે કે કોઈ વ્‍યક્‍તિ પોલીસ અથવા ઇન્‍કમટેક્‍સ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને બેગ ખોલવા કે તપાસ કરવાના નામે દબાણ કરે તો સાવચેત રહેવું. આવી કોઈ શંકાસ્‍પદ પરિસ્‍થિતિ સર્જાય તો તરત જ ૧૧૨ નંબર પર સંપર્ક કરવો. પોલિસની આવી પ્રજાલક્ષી કામગીરી પર આફ્રિન એક મોટા ગજાના વેપારીએ ગુજરાત પોલિસ કલ્‍યાણ માટે ૫૧ લાખના ડોનેશનની જાહેરાત કરી છે.

(2:04 PM IST)