News of Thursday, 1st October 2026
અમદાવાદ, રાજકોટ અને સુરતને નમૂનેદાર શહેર તરીકે વિકસાવાશે
સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન કવર અને સૌંદર્ષીકરણમાં વધારો કરાશે : રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ પૂર્વે શહેરોલી આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા કવાયત

ગાંધીનગર તા.૧: આગામી સમયમાં ગુજરાતમાં અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાની ભિઝનેસ અને સ્પોર્ટસ ઇવેન્ટ સહિતના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્ય શહેરોને વધુ આકર્ષક અને નમૂનેદાર બનાવવા શહેરી વિકાસ વિભાગે કવાયત શરૂ કરી છે. જેમાં અમદાવાદ રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે. નમૂનેદાર શહેર બનાવવા માટે વધુ માળખાકીય સુવિધા ઉભી કરવી, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, હરિયાળી અને સૌંદર્ષીકરણમાં વધારો થાય તેવી કામગીરી આગામી દિવસોમાં કરાશે.
કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ સાથે તાજેતરમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગની બેઠક યોજાઈ હતી. જેમાં અત્યાર સુધી આ શહેરોની સ્વચ્છતા ઉપર મહત્તમ ભાર અપાતો હતો તે જાળવી રાખી અમદાવાદ, સુરત અને રાજકોટને પ્રેઝન્ટેબલ શહેર તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે નાગરિકોની સુવિધામાં વધારો થાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શહેરોની સરખામણીમાં ઉભા રહી શકે
તે રીતે વિકસાવાશે. જાન્યુઆરી-૨૦૨૭માં આંતરરાષ્ટ્રીય કથાની વાઈબ્રન્ટ સમિટ યોજાશે. તે પછી ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. તે પૂર્વે ત્રણે મહાનગરોમાં નાગરિકોને વૈશ્વિક કક્ષાની મૂળભૂત સગવડો ઉપલબ્ધ થાય તેવી આધુનિક માળખાકીય સુવિધા ઉભી કરવાની
કામગીરી શરૂ કરાશે. હાલ શહેરોમાં સૌથી વધુ પ્રશ્રન ટ્રાફિકની ગીચતાનો છે તેને ધ્યાનમાં રાખતા સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ અને ઓછામાં ઓછા અવરોપ સાથે ટ્રાહિક ચાલતો રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં શ-વિદેશના વ્યવસાયીઓ મહત્તમ આવતા હોય છે તેને ભાનમાં રાખીને સાર્વજાનિક સ્થળો વધુ આકર્ષક બને અને સમગ્ર શહેર સુંદર લાગે તે રીતે લાઇટિગ સહિતના સૌંદર્ષીકરણમાં વધારો કરારો. તે ઉપરાંત શહેરોમાં વધતા પ્રદૂષણ અને ગરમીના વધતા પારાને ધ્યાનમાં રાખતા શહેરોમાં સતત ગ્રીન કવર અને હરિયાળી વધે તે માટે તમામ પ્રયાસો કરાશે. જેમાં બગીચાની સંખ્યામાં શક્ય તેટલો વધારો કરવાથી લઈને વૃક્ષારોપણના મોટાપાયે કાર્યક્રમો યોજવા વિગેરેનો સમાવેશ થાય છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
