News of Tuesday, 21st July 2026
અમદાવાદ એસ. જી. હાઇવે પર ઊભી થઈ રહી છે નવી સ્કાયલાઇનઃ ૩૪ આઇકોનિક બિલ્ડિંગને મંજૂરી
કોઈપણ ઝોનમાં ૫.૪ FSI આપવાના નિર્ણયથી સુપર હાઇટ ઇમારતોનો માર્ગ મોકળોઃ નવી ડી.પી.માં FSI વધારવા દરખાસ્ત વિચારાધીન : ઔડામાં ૨ તથા ગાંધીનગરમાં ૮ તથા વડોદરા અને સુરતમાં એક એક મળી ૪૪ ઊંચી ઇમારતોને મંજૂરીઃ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમી વિસ્તારમાં મુંબઈની એક કંપનીએ પ્લોટ ખરીદીને લગભગ ૭૦ માળની સંપૂર્ણ કોમર્શિયલ ઇમારત વિકસાવવાની કામગીરી પણ શરૂ

અમદાવાદ તા.૨૧: અમદાવાદ શહેરની ઓળખ હવે માત્ર ઐતિહાસિક વારસા અને વિસ્તરતા રોડ નેટવર્ક પૂરતી મર્યાદિત નહીં રહે. આગામી થોડાં વર્ષોમાં શહેરની પヘમિ પટ્ટીમાં ખાસ કરીને એસ.જી. હાઇવેની બંને બાજુ નવી અને આધુનિક સ્કાયલાઇન ઊભી થવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આઇકોનિક બિલ્ડિંગ માટે બનાવવામાં આવેલી વિશેષ નીતિ અને કોઈપણ ઝોનમાં કુલ ૫.૪ એફએસઆઈ (FSI) આપવાના નિર્ણયને કારણે અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩૪ આઇકોનિક હાઇરાઇઝ બિલ્ડિંગને મંજૂરી મળી ચૂકી છે. અનેક પ્રોજેક્ટમાં બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત ઔડામાં ૨ તથા ગાંધીનગરમાં ૮ તથા વડોદરા અને સુરતમાં એક એક મળી ૪૪ ઊંચી ઇમારતોને મંજૂરી મળી ગઇ છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે વિશેષ કેસ તરીકે આઇકોનિક બિલ્ડિંગોને મંજૂરી આપવા માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરી હતી. સમિતિએ ઓછામાં ઓછી ૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તાર ધરાવતા પ્લોટ પર આઇકોનિક બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવાનો નિયમ નક્કી કર્યો હતો. આ નીતિ હેઠળ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ લેવાયો કે શહેરના કોઈપણ ઝોનમાં કુલ ૫.૪ એફએસઆઈ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી ઊંચી અને આધુનિક ઇમારતોના વિકાસને મોટો વેગ મળ્યો છે. હાલની જોગવાઈ મુજબ આર-૧ ઝોનમાં સામાન્ય રીતે ૧.૮ એફએસઆઈ મળવા પાત્ર હોય છે, પરંતુ નવી નીતિ હેઠળ વધારાની ૩.૬ એફએસઆઈ ચાર્જેબલ તરીકે આપવામાં આવે છે. એટલે કુલ ૫.૪ એફએસઆઈનો લાભ મળે છે. આર-૧, આર-૨ કે આર-૩ જેવા કોઈપણ રહેણાંક ઝોનમાં આ જ નિયમ લાગુ પડે છે. જોકે તેના માટે ઓછામાં ઓછો ૩૦ મીટર પહોળો રસ્તો હોવો ફરજિયાત રાખવામાં આવ્યો છે.
અમદાવાદમાં મંજૂર થયેલી તમામ ૩૪ આઇકોનિક ઇમારતો શહેરના પヘમિ વિસ્તારમાં બની રહી છે. ભાડજ, બોડકદેવ, થલતેજ, ઓગણજ, વેજલપુર, ઓકાફ, આંબલી, શેલા, જગતપુર, ગોતા, સોલા અને હેબતપુર જેવા વિસ્તારોમાં ૧૦૦થી ૧૬૪ મીટર ઊંચાઈ ધરાવતી ઇમારતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ ૧૬ જેટલા પ્રોજેક્ટ હાલમાં મંજૂરીની પ્રક્રિયામાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદ સિવાય ઔડા વિસ્તારમાં પણ આઇકોનિક બિલ્ડિંગોનું આયોજન ઝડપથી આગળ વધી રહ્યું છે. વૈષ્ણોદેવી સર્કલથી આગળના વિસ્તારમાં આશરે આઠ જેટલી ઊંચી ઇમારતો માટે પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. સમિતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ઔડા દ્વારા સ્થાનિક નિયમો મુજબ પ્લાન પાસ કરીને બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી હાથ ધરવામાં આવે છે.ઘણી બિલ્ડિંગોનું બાધકામ ૧૦થી ૮૦ ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે.
ગાંધીનગર વિસ્તારમાં આઠ, જ્યારે વડોદરા અને સુરતમાં એક-એક આઇકોનિક બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત સુરતમાં વધુ છ ૧૬૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. રાજ્યભરમાં મળીને ૪૪ જેટલા આઇકોનિક પ્રોજેક્ટને મંજૂરી મળી ચૂકી છે, જ્યારે દસથી વધુ પ્રસ્તાવો વિવિધ તબક્કે વિચારાધીન છે. અમદાવાદમાં આગામી બે-ત્રણ વર્ષમાં ૪૦થી ૫૦ માળ સુધીની લગભગ ૪૦ જેટલી સુપર હાઇટ ઇમારતો તૈયાર થઈ જશે તેવી ધારણા છે. આ સાથે શહેરની સ્કાયલાઇનમાં મોટો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને એસ.જી. હાઇવે, એસ.પી. રિગ રોડ અને પヘમિ વિસ્તાર મુંબઈ, ગુરુગ્રામ અને હૈદરાબાદ જેવા મહાનગરોની તર્જ પર આધુનિક હાઇરાઇઝ કોરિડોર તરીકે વિકસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં મંજૂર થયેલા ૩૪ પ્રોજેક્ટમાં ૨૪ રહેણાક અને ૧૦ કોમર્શિયલ બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. રહેણાક ક્ષેત્રમાં લક્ઝરી એપાર્ટમેન્ટ, સ્કાય વિલા અને પ્રીમિયમ સુવિધાઓ ધરાવતા પ્રોજેક્ટ ઊભા થશે, જ્યારે કોમર્શિયલ ક્ષેત્રમાં કોર્પોરેટ ઓફિસ, બિઝનેસ સેન્ટર અને આધુનિક કાર્યસ્થળો વિકસાવવામાં આવશે.
એસ.જી. હાઇવે પર ટાઇટેનિયમ વિસ્તારની ૧૬૪ મીટર ઊંચી ૪૧ માળની બિલ્ડિંગ હાલમાં સૌથી ઊંચા પ્રોજેક્ટ તરીકે સામે આવી રહી છે. આ બિલ્ડિંગમાં ચાર બેઝમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, સાબરમતી રિવરફ્રન્ટના પヘમિ વિસ્તારમાં મુંબઈની એક કંપનીએ પ્લોટ ખરીદીને લગભગ ૭૦ માળની સંપૂર્ણ કોમર્શિયલ ઇમારત વિકસાવવાની કામગીરી પણ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર નવા ડેવલપમેન્ટ પ્લાનમાં આઇકોનિક બિલ્ડિંગ અને ફાઇવ સ્ટાર હોટલ માટે જીડીસીઆરમાં વધુ છૂટછાટ આપવાનો વિચાર કરી રહી છે. બિલ્ડર વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં ચાર્જેબલ એફએસઆઈમાં વધુ વધારો કરવામાં આવે તો અમદાવાદમાં વધુ ઊંચી અને વૈશ્વિક સ્તરની ઇમારતોના વિકાસને પ્રોત્સાહન મળશે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
