<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્‍ચનો સપાટો ૨૫.૫ કરોડનું ડ્રગ્‍સ ઝડપાયું

પકડાયેલ ત્રણેય આરોપીઓ આંતરરાજ્‍ય ડ્રગ્‍સ નેટવર્કના માહીર ખેલાડીઓ હોવાનો ઘટસ્‍ફોટ : અમદાવાદ ઘ્‍વ્‍પ્‍ ચાર રસ્‍તા નજીકથી સયુંકત ઓપરેશનમાં ઝડપાયેલ આરોપીઓના નેટવર્ક પર અનુપમસિંહ ગેહલોત સુરત સીપી હતા તે સમયથી છાનભિન્ન કરી રહ્યા હતાઃ અકિલા સાથે અમદાવાદ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણનો મોટો ખુલાસો : જોઇન્‍ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલ, સુરત એડી સીપી ક્રાઇમ કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ અને ડીસીપી ભાવેશ રોજિયાના સયુક્‍ત નેતૃત્‍વમાં મોટા રેકટનો પર્દાફાસ

રાજકોટ તા.રરઃ સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચની સંયુક્‍ત ટીમે અમદાવાદ એક્‍સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્‍ટેશનની હદમાં સપાટો બોલાવી ૨૫.૫ કરોડ રૂપિયાના ડ્રગ્‍સ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી આંતર-રાજ્‍ય ડ્રગ્‍સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

આ માત્ર એક કેસ નહોતો, પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત માટે એક મિશન હતું જે તેમણે સુરત પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કર્યું હતું અને છેલ્લા બે વર્ષથી તેઓ દિલ્‍હી, યુપી અને ગુજરાતમાં ફેલાયેલા આ સિન્‍ડિકેટ પર વ્‍યક્‍તિગત રીતે નજર રાખી રહ્યા હતા.

આ દરોડામાં પોલીસે કુલ ૨,૪૯૭.૪૯૦ ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) અને ૪,૫૩૧.૨૨૦ ગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અનુક્રમે ૧.૨ કરોડ પ્રતિ કિલો અને ૫ કરોડ પ્રતિ કિલો છે. પકડાયેલા આરોપીઓ નવી દિલ્‍હીના તિફેલ નોખેજ ઉ.વ. ૪૪ જે ૨૦૧૪ માં અમળતસરમાં ૧૦૦ ગ્રામ અને ૨૦૧૯ માં ૩૦૦ કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગનો ઈતિહાસ ધરાવે છે, મેરઠના મોહમ્‍મદ ઇમરાન અલ્‍વી ઉ.વ. ૩૮ જે છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે અને નવી દિલ્‍હીના કફીલ અહેમદ ઉ.વ. ૫૯ જે જયપુરમાં ૧૮.૫ કિલો ચરસ, અમદાવાદમાં ૧૦૦ ગ્રામ એમ.ડી. અને રાજસ્‍થાનમાં પેરોલ દરમિયાન ૩ કિલો એલ્‍પાઝોલમ સાથે પકડાયાનો રેકોર્ડ ધરાવે છે.

 

 

(2:21 PM IST)