<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

દિલ્હી અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર સફાળું જાગ્યું : મોલ અને હોસ્પિટલોમાં ફાયર ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ

કોઈપણ વ્યાપારી કે જાહેર બિલ્ડિંગના ઈમરજન્સી એક્ઝિટ પર ડિજિટલ લોક લગાવી શકાશે નહીં: તમામ ઈમરજન્સી એક્ઝિટ ગેટ 24 કલાક ખુલ્લા રાખવાનો આદેશ

અમદાવાદ :દિલ્હીમાં બનેલી આગની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરમાં મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ તેમજ હોસ્પિટલોમાં ધડાધડ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર વિભાગ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વ્યાપારી કે જાહેર બિલ્ડિંગના ઈમરજન્સી એક્ઝિટ પર ડિજિટલ લોક લગાવી શકાશે નહીં અને અગાઉથી લાગેલા આવા તમામ લોક તાત્કાલિક હટાવી લેવામાં આવશે. આ સાથે જ તમામ ઈમરજન્સી એક્ઝિટ ગેટ 24 કલાક ખુલ્લા રાખવાનો આદેશ કરાયો છે, અને જો આગામી ચેકિંગ દરમિયાન ક્યાંય પણ ડિજિટલ લોક જોવા મળશે તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

(7:56 PM IST)