તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
અમદાવાદઃમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને બપોરે 3 વાગ્યાથી કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે: ટ્રાફિક પોલીસનું જાહેરનામુ
જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો માર્ગ તેમજ કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીના રસ્તા પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ રહેશે.

અમદાવાદમાં 21 નવેમ્બરે પંજાબી ગાયક દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 21 નવેમ્બરે બપોરે 3 વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. જાહેરનામા અનુસાર, જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો માર્ગ તેમજ કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીના રસ્તા પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ રહેશે. આ સમય દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તરફ જઈ શકાશે. જ્યારે કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જઈ શકાશે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
