News of Thursday, 8th October 2026
અમદાવાદનું સર્વપ્રથમ 'રોટરી પાર્કિંગ' બનાવાશે :માત્ર 2 કાર પાર્કની જગ્યામાં હવે એક સાથે 12 ગાડીઓ પાર્ક કરી શકાશે.
રિલીફ રોડ અને રતનપોળ વિસ્તારમાં ખરીદી માટે જતા લોકો મળશે રાહત : નવી ટેકનોલોજીથી પાર્કિંગની ક્ષમતામાં સીધો 6 ગણો વધારો થતાં સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને મોટી સુવિધા મળશે.

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા રિલીફ રોડ અને રતનપોળ વિસ્તારમાં ખરીદી માટે જતા લોકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અમદાવાદનું સર્વપ્રથમ 'રોટરી પાર્કિંગ' આકાર લઈ રહ્યું છે, જ્યાં સામાન્ય રીતે માત્ર 2 કાર પાર્ક થતી હોય તેવી નાની જગ્યામાં હવે એક સાથે 12 ગાડીઓ પાર્ક કરી શકાશે. આ નવી ટેકનોલોજીથી પાર્કિંગની ક્ષમતામાં સીધો 6 ગણો વધારો થતાં સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને મોટી સુવિધા મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા શહેરના વ્યસ્ત વ્યાપારી વિસ્તાર રિલીફ રોડ પર પાર્કિંગની સુવિધામાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. રતનપોળના નાકા ખાતે અમદાવાદનું પ્રથમ (First in Ahmedabad) આધુનિક રોટરી પાર્કિંગ ઉભું કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વેપારીઓ, ખરીદદારો અને મુલાકાતીઓ માટે પાર્કિંગ વધુ સુલભ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે.
મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી આ રોટરી પાર્કિંગ વ્યવસ્થાની વિશેષતા એ છે કે જ્યાં સામાન્ય રીતે માત્ર બે કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યામાં એક સાથે અંદાજે 12 કાર પાર્ક કરી શકાશે. આ રીતે પાર્કિંગ ક્ષમતામાં આશરે છ ગણો વધારો થશે. મર્યાદિત જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને પાર્કિંગની ઉપલબ્ધતા વધારવાના હેતુથી આ નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે રિલીફ રોડ વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં તેમજ પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુગમ અને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
