<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો મેળવી લીધો

ધમા બારડ અને પોલીસ વચ્ચે અગાઉ ઘર્ષણ થયું હતું, જેમાં ઝપાઝપી દરમિયાન તેના પગમાં ગોળી વાગી હતી

અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો મેળવી લીધો છે. ધમા બારડ અને પોલીસ વચ્ચે અગાઉ ઘર્ષણ થયું હતું, જેમાં ઝપાઝપી દરમિયાન તેના પગમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ધમો સારવાર હેઠળ હતો. ધમા બારડ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કૃષ્ણનગર વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં પણ તે ફરાર હતો. હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

(6:38 PM IST)