<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજાના પર્વની ભવ્ય ઉજવણી

છઠ્ઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા: પર્વને લઈને ઘાટ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજાના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. છઠ્ઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પર્વને લઈને ઘાટ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડીવારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ છઠ્ઠ પૂજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ છઠ્ઠ પૂજા પર્વમાં પહોંચ્યા છે. પરંપરા મુજબ શ્રદ્ધાળુઓ આજે અસ્તાચળગામી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરશે અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.

(8:03 PM IST)