News of Monday, 11th May 2026
અમદાવાદમાં વિમાન ભાડામાં તોતિંગ વધારો ઝીક્યો :વિવિધ ડેસ્ટિનેશનોના હવાઈ ભાડામાં ત્રણથી ચાર ગણો ભારે વધારો
મહત્તમ ભાડું મુંબઈનું 46787 રૂપિયા, દિલ્હીનું 28363 રૂપિયા,ગોવાનું 43918 રૂપિયા, વારાણસીનું 49846 રૂપિયા, જયપુરનું 50243 રૂપિયા,બેંગલુરુનું 76766 રૂપિયા જેટલું ઊંચું ભાડું

અમદાવાદ : ઉનાળા વેકેશનને લઈને મુસાફરોના અતિભારે ધસારાના કારણે અમદાવાદથી વિવિધ ડેસ્ટિનેશનોના હવાઈ ભાડા આસમાને પહોંચી ગયા છે.સામાન્ય દિવસોની સરખામણીએ આ ભાડામાં ત્રણથી ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે.તા.11 મેનું મહત્તમ ભાડું મુંબઈનું 46787 રૂપિયા બોલાઈ રહ્યું છે!જ્યારે દિલ્હીનું 28363 રૂપિયા,ગોવાનું 43918 રૂપિયા, વારાણસીનું 49846 રૂપિયા, જયપુરનું 50243 રૂપિયા,બેંગલુરુનું 76766 રૂપિયા જેટલું ઊંચું ભાડું જોવા મળી રહ્યું છે! જંગી ભાડા વધારા વચ્ચે આ દિવસોમાં સામાન્ય વર્ગના લોકોએ હવાઈ મુસાફરીનું વિચારવાનું પણ બંધ કરી દીધું છે.
વેકેશનને લઇને દેશના વિવિધ પર્યટન,ધાર્મિક અને મેટ્રો શહેરો તરફ જતી ફ્લાઇટોના ભાડામાં વધારો નોંધાતા મુસાફરોના બજેટ પર સીધી અસર પડી રહી છે. અનેક રૂટ પર સામાન્ય દિવસની સરખામણીએ બે થી ત્રણ ગણું વધુ ભાડું વસૂલાતું હોવાના કારણે મુસાફરો ચિંતામાં મુકાયા છે.જેથી સામાન્ય લોકો બસો અને ટ્રેનોમાં ધક્કા ખાવાનું પસંદ કરી રહ્યા છે.અમદાવાદથી મુંબઈ જવા માટે નોન-સ્ટોપ ફ્લાઈટનું ભાડું 2953 થી શરૂ થઈને 13423 રૂપિયા સુધી પહોંચી ગયું છે.જ્યારે કનેક્ટિંગ ફ્લાઈટ માટે મુસાફરોને 46 હજારથી વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.દિલ્હી માટેનું ભાડું પણ 19 હજાર સુધી પહોંચી ગયું છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
