News of Monday, 22nd June 2026
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો આવ્યો સુખદ અંત જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળાની મધ્યસ્થતા સફળ

રાજકોટઃ અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા વિવિધ ધંધાકીય પ્રશ્નોનો આખરે સકારાત્મક ઉકેલ આવ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે ભાવનગર ખાતે એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના કળષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ટીલાળાની ખાસ ઉપસ્થિતિમાં તમામ પક્ષોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. બેઠકમાં શિપ રિસાયક્લિંગ, રિરોલિંગ મિલ, હર્નસ અને પ્રોફાઈલ એસોસિએશન સહિત તમામ સંલગ્ન સંગઠનોના હોદ્દેદારોએ ઉધોગ જગતને પડતી મુશ્કેલીઓ વિગતવાર રજૂ કરી હતી. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના સકારાત્મક અભિગમ અને હકારાત્મક મધ્યસ્થતાના પરિણામે તમામ વ્યાપારી પ્રશ્નોનું સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
સમસ્યાના સંતોષકારક ઉકેલ બદલ તમામ એસોસિએશનો અને અગ્રણીઓ દ્વારા કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
