News of Sunday, 31st May 2026
ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં ચિંતાજનક વધારો :2024માં રાજ્યમાં કુલ 7906 મહિલાઓ ગુનાનો ભોગ બની
657 કેસ દુષ્કર્મના, 5 મહિલાઓની નિર્મમ હત્યા અને 251 મહિલાઓએ આત્મહત્યા કરી :99% દુષ્કર્મના કેસોમાં આરોપી અજાણ્યા નહીં પરંતુ પીડિતાના જ સગાં, ઓળખીતા, પાડોશી કે ઓનલાઈન મિત્રો હોવાનું સામે આવ્યું

અમદાવાદ : ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.. NCRBના 2024ના આંકડા મુજબ, રાજ્યમાં કુલ 7906 મહિલાઓ ગુનાનો ભોગ બની છે.. જેમાં 657 કેસ દુષ્કર્મના, 5 મહિલાઓની નિર્મમ હત્યા અને 251 મહિલાઓએ આત્મહત્યા કરી લીધી છે.. સૌથી ગંભીર બાબત એ છે કે, 99% દુષ્કર્મના કેસોમાં આરોપી અજાણ્યા નહીં પરંતુ પીડિતાના જ સગાં, ઓળખીતા, પાડોશી કે ઓનલાઈન મિત્રો હોવાનું સામે આવ્યું છે.. સગીરાઓ સામેના ગુનાઓમાં પણ વધારો જોવા મળ્યો છે, જ્યારે સરકાર અને પોલીસ દ્વારા અભયમ 181 અને શી-ટીમ જેવી વ્યવસ્થાઓ કાર્યરત હોવા છતાં બજારો અને જાહેર સ્થળોએ ઘટનાઓ યથાવત છે.. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, મહિલાઓની સુરક્ષા માટે વધુ કડક અને અસરકારક પગલાંની તાતી જરૂર છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
