News of Saturday, 23rd May 2026
તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઓન લાઈન વસ્તી ગણતરી ફોર્મ ભરવા મુખ્ય પોલીસ વડાની અપીલ
DGP ડો.કે.એલ.એન.રાવ દ્વારા ઓન લાઇન વસ્તી ગણતરી ફોર્મ ભર્યા પછી પોલીસ સાથે લોકોને પણ અપીલ કરી

રાજકોટ, તા.૨૩: ગુજરાતમાં વસતી ગણત્રી પ્રક્રિયાનો પ્રારંભ થયો છટ, તેવા સમયે ઓન લાઈન ફોર્મ ભરવાનો પ્રક્રિયાની જાણકારી સાથે લોકોમાં આ પ્રક્રિયા વધુ લોકભોગ્ય બને તે માટે મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ઓન લાઈન પ્રક્રિયા ચાલુ છે. હવે આ પ્રક્રિયા અનુસંધાને રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો.કે એલ એન.રાવ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે.
પોતાની નોંધણી પૂર્ણ કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ સમગ્ર પોલીસ બેડા અને નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા માટે આહવાન કર્યું છે. તેમણે ખાસ અનુરોધ કરતા જણાવ્યું છે કે, રાજ્યના તમામ પોલીસ પરિવારો સમયસર ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરીને આ સ્વ ગણતરી અભિયાનમાં જોડાય. ડિજિટલ માધ્યમથી નોંધણી કરવાથી સમયની બચત થાય છે અને સચોટ માહિતી વહીવટી તંત્ર સુધી પહોંચે છે, જેથી સરકારી યોજનાઓનું આયોજન બહેતર થઈ શકે. વસતી ગણતરી-૨૦૨૭ને દેશનો સૌથી મોટો ડિજિટલ ડેટાબેઝ બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ વડાની આ પહેલ બાદ હવે આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓ અને સામાન્ય જનતામાં પણ ઓનલાઇન સ્વ નોંધણી મેળવવાનો ક્રેઝ વધશે તે નક્કી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
