News of Thursday, 25th June 2026
એમેઝોન ૩૦૦થી વધુ શહેરોમાં નાઉનો વિસ્તાર કરશે,દેશનું સૌથી મોટું ‘ડીલિવરી ઈન મિનિટ્સ' નેટવર્ક બનાવશે

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ એમેઝોને આજે તેની અલ્ટ્રા-ફાસ્ટ, મિનિટોમાં ડિલિવરી સેવા એમેઝોન નાઉને દેશભરનાં ૩૦૦ શહેરોમાં ગ્રાહકો સુધી વિસ્તારીને ભારતનું સૌથી મોટું ‘ડિલિવરી ઇન મિનિટ્સ' નેટવર્ક બનાવવાની તેની યોજનાઓની જાહેરાત કરી. એમેઝોન નાઉ એમેઝોન ઈન્ડિયાના ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતું ઈકોમર્સ બિઝનેસ યુનિટ બની ગયું છે.
એમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર સમીર કુમારે જણાવ્યું હતું કે, ‘એમેઝોન નાઉ એમેઝોન ઈન્ડિયાના ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતું ઈકોમર્સ બિઝનેસ યુનિટ છે, જેના લોન્ચ થયા પછી દર ત્રિમાસિકમાં ઓર્ડર બમણા થયા છે. અમે ગ્રાહકો તરફથી, ખાસ કરીને પ્રાઇમ સભ્યો તરફથી, જેઓ એમેઝોન નાઉનો ઉપયોગ શરૂ કર્યા પછી તેમની ખરીદીની આવર્તન ત્રણ ગણી કરે છે, તેમનો સારો પ્રતિસાદ જોઈ રહ્યા છીએ. અમે અમારા વિસ્તરણને વધુ ગતિ આપી છે અને ભારતના ૩૦૦ થી વધુ શહેરોમાં ગ્રાહકોને અતિ-ઝડપી ડિલિવરી પ્રદાન કરીશું. અમારા ઈ-કોમર્સ અને ઝડપી વાણિજય વ્યવસાયના હાર્દમાં રહેલા અમારા ડિલિવરી સહયોગીઓ વિના આ કશું શક્ય નથી અને ડિલિવરી સહયોગી કલ્યાણ પર કેન્દ્રિત એક સમર્પિત કાર્યક્રમ ‘સમ્માન' શરૂ કરીને હું ઉત્સાહિત છું. અમારું વચન છે કે જેમ જેમ અમે ઝડપથી વિકાસ કરીએ છીએ તેમ તેમ તે ગતિને શક્તિ આપતા લોકો અમારી સાથે વૃદ્ધિ પામે છે, તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
