News of Friday, 15th May 2026
ગેસની અછત વચ્ચે નર્મદા જિલ્લાના 1000 પરિવારો બાયોગેસના પ્લાન્ટની મદદથી સરળતાથી એક મહિનામાં 30 કિલો ગેસનું ઉત્પાદન કરે છે.
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગરુડેશ્વર તાલુકાના 89 ગામોના 1000 પરિવારો ને આજે રાંધણ ગેસની સમશ્યાથી છુટકારો મળી ગયો છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલથી લઈને રાંધણ ગેસ સહીત ઇંધણની ખુબ અછત વર્તાઈ રહી છે.ત્યારે દેશી ઘરેલુ ઉપાય પણ એટલો જરૂરી છે. પહેલાથી સ્વદેશી વસ્તુઓની આપીલ કરતા પ્રધાન મંત્રી દ્વારા હાલમાં તેલ ગેસ સહીતની વસ્તુઓ પણ સાચવીને વાપરવાની વાત કરી છે ત્યારે એક વર્ષ પહેલા ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ યોજના ટ્રાઈબલ સદર હેઠળ સરકાર દ્વારા મુકવામાં આવી જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગરુડેશ્વર તાલુકાને પાયોલેટ પ્રોજેક્ટ તરીકે મંજૂર કરી 38 ગ્રામપંચાયતોને 89 ગામોના 1000 આદિવાસી પરિવારોને જેમની પાસે 4 થી 5 ગાયો કે ભેંસો હોય એવા પશુપાલકોને આ બાયોગેસ પ્લાન્ટ નું યુનિટ ફિટ કરવામાં આવ્યા છે. આ 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બન્યા છે. જેમને નથી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ કરવી પડતી કે નથી ચૂલો સળગાવી ધુમાડાનો સામનો કરવો પડતો બસ 5 કોલો ગોબર સાથે 10 લીટર પાણી નાખી ડો એટલે 5 કિલો ગેસ એની જાતે પ્રોસેસ થઇને બની જાય બાકીનો જે વપરાશ દરમ્યાન નીકળે એ ખાતર બની જાય બધી રીતે આ ખેડૂત ને ફાયાળો થાય એવી સુંદર યોજના આજે અકસીર બની છે.
આ બાબતે DRDA ડાયરેક્ટર વાય.એસ.ચૌધરી એ જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકામાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે. 89 ગામોમાં અમલી આ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે.વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઈંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી અપનાવવાનો છે. લઘુત્તમ ત્રણ પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં, પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે.સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સધ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
