<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અપહરણ થયાના અહેવાલ વચ્ચે કિંજલ રબારીએ કહ્યું- મરજીથી પતિ સાથે ગઈ હતી :અન્ય પુરુષને સોંપી દેતા પોતાના જીવને મોટું જોખમ : જુઓ વિડીયો

વીડિયોમાં કિંજલ પોતે સુરક્ષિત હોવાનો દાવો કરતી જોવા મળે છે. સાથે જ તેણે સમગ્ર મામલે ખોટી ફરિયાદ ન કરવા માટે પણ અપીલ કરી

અમદાવાદ : જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની વાત વચ્ચે ખૂદ ગાયિકાએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કિંજલ રબારીએ પોતાના કથિત અપહરણ વિશે જાણકારી આપી છે.

કિંજલ રબારીના અપહરણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કિંજલ રબારી પોતે સમગ્ર મામલે મહત્વના દાવા કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં કિંજલ રબારીનું કહેવું છે કે તે પોતાની મરજીથી પતિ સાથે ગઈ હતી અને તેનું અપહરણ કરવામાં આવ્યું નથી. તેણે પિયર પક્ષ પર તેના પતિને માર મારીને બળજબરીથી લઈ જવાનો પણ આરોપ લગાવ્યો છે.

કિંજલ રબારીના જણાવ્યા મુજબ, તેણે અશોકકુમાર ચૌધરી સાથે 2 મે 2024ના રોજ લગ્ન કર્યા હતા. જોકે, ત્યારબાદ તેને રાધનપુર કોર્ટમાં બળજબરીથી છૂટાછેડાની અરજી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કિંજલનો આરોપ છે કે તેને તેના પતિથી અલગ કરીને અન્ય પુરુષને સોંપી દેવામાં આવે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. તેના જણાવ્યા મુજબ, આવું થવાથી તેના જીવને મોટું જોખમ ઊભું થઈ શકે છે.

કિંજલ રબારીના જણાવ્યા મુજબ, પિયરમાં પણ તેને પોતાના જીવનું જોખમ લાગતું હતું. આ કારણોસર તેણે ફરી પોતાના પતિનો સંપર્ક કર્યો હતો.

વીડિયોમાં કિંજલ પોતે સુરક્ષિત હોવાનો દાવો કરતી જોવા મળે છે. સાથે જ તેણે સમગ્ર મામલે ખોટી ફરિયાદ ન કરવા માટે પણ અપીલ કરી છે.

 

(7:12 PM IST)