<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

રાજ્યમાં અતિભારે વરસાદ અને પૂરની આફત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 'શ્રી કમલમ' ખાતે કાર્યરત ૨૪/૭ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

'સેવા હી સંગઠન'ના ભાવ સાથે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લોકપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તંત્ર સાથે સંકલનમાં રહી રાહત કાર્યોમાં જોડાયેલા રહેશે : જિલ્લા અને મહાનગરોમાં પણ હેલ્પલાઈન શરૂ કરાઈ

ગાંધીનગર: રાજ્યમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', કોબા, ગાંધીનગર ખાતે 'સેવા હી સંગઠન'ના ભાવ સાથે સતત કાર્યરત ૨૪/૭ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.

 

 અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર સાથે સંકલન:

મુલાકાત દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના આ કપરા સમયમાં ભારતીય જનતા પાર્ટી 'સેવા હી સંગઠન'ના સંકલ્પ સાથે પ્રજાની પડખે અડીખમ ઊભી છે. અસરગ્રસ્ત નાગરિકોને સમયસર રાહત અને સહાય મળી રહે તે માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સરકારી તંત્ર સાથે સતત સંકલનમાં રહીને સેવા કાર્યોમાં જોડાયેલા રહેશે.

 

 તમામ જિલ્લા અને મહાનગરોમાં ૨૪/૭ હેલ્પલાઈન શરૂ:

રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલા મેઘતાંડવના પગલે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા તથા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પણ ૨૪/૭ હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને ઝડપથી મદદ પહોંચાડી શકાય.

(12:39 PM IST)