<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં BRTS ટ્રેક પર AMTS બસ ઘુસી : બસની ટક્કર લાગતા એક રાહદારીનું કરૂણમોત

બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો:B ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી:મૃતકના પરિવારે પણ આરોપીને કડક સજા થાય તેવી માગ કરી

અમદાવાદમાં ફરી એક વખત AMTS બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના નવા વાડદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે BRTS ટ્રેક પર AMTS બસ ઘુસી હતી. ત્યારે બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં તાત્કાલિક ધોરણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જયાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે સારવાર દરમિયાન રાહદારીનું મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટના અંગે B ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકના પરિવારે પણ આરોપીને કડક સજા થાય તેવી માગ કરી છે.

(1:48 PM IST)