<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સુરતમાં 80 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું : જ્વાળાઓ બની આકર્ષણનું કેન્દ્ર

ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીની આકર્ષક ઝાંખીઓ રજૂ કરાઈ :રાવણના પૂતળાના મુખમાંથી નીકળતી આગની જ્વાળાઓ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની

સુરતમાં દશેરાના પાવન પર્વે પીપલોદના ખુલ્લા મેદાનમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 80 ફૂટ ઊંચા રાવણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાવણ દહન જોવા માટે મેદાનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીની આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. રાવણના પૂતળાના મુખમાંથી નીકળતી આગની જ્વાળાઓ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાવણ દહન સાથે ભવ્યાતિભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આતશબાજીના નજારાએ ઉત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવી હતી.

(9:09 PM IST)