News of Monday, 13th July 2026
આણંદમાં ઉમરેઠમાં બેંક હરાજીમાં સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી એક કરોડથી વધુની ઠગાઈ
મહાઠગે પોતાના જ મિત્રો, સગા-સંબંધીઓ અને એનઆરઆઈ લોકોને વિશ્વાસમાં લઇ માત્ર 21 દિવસમાં મોટો નફો આપવાનું વચન આપ્યું પરંતુ અંતે હાથમાં આવ્યું માત્ર નકલી સોનું અને ખોટા વાયદા

આણંદ જિલ્લાના ઉમરેઠમાં બેંક હરાજીમાં સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી એક કરોડથી વધુની છેતરપીંડી કર્યાની ધટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વધુ નફાની લાલચે લોકોની આખી જિંદગીની મૂડી દાવ પર લાગી ગઈ. મુથુથ ફિનકોર્પ બેંકના ઓક્શનનું સોનું સસ્તા ભાવે અપાવવાનું કહી ઉમરેઠનાં મહાઠગએ પોતાના જ મિત્રો, સગા-સંબંધીઓ અને એનઆરઆઈ લોકોને વિશ્વાસમાં લીધા.માત્ર 21 દિવસમાં મોટો નફો આપવાનું વચન અપાયું, પરંતુ અંતે હાથમાં આવ્યું માત્ર નકલી સોનું અને ખોટા વાયદા.આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને હવે કરોડોની છેતરપિંડીની તપાસ શરૂ થઈ છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
