તા. ૨૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૪ સોમવાર
News of Tuesday, 17th November 2026
અનાર પટેલે કહ્યું- માતાના દિલમાં કોઈના પ્રત્યે કશું જ નથી:પાટીદાર આંદોલનના નેતાઓને આનંદીબેન પટેલ સાથે ઝડપથી મુલાકાત કરાવીશ
તેમણે જણાવ્યું હતું કે આંદોલન સમયે સમાજને તેમની જરૂર હતી અને સમાજને જરૂર હોય ત્યારે તેની સાથે ઊભા રહેવું જોઈએ

જસદણમાં પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અને ખોડલધામના ટ્રસ્ટી અનાર પટેલે પાટીદાર આંદોલન અને સમાજની ભૂમિકા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આંદોલન સમયે સમાજને તેમની જરૂર હતી અને સમાજને જરૂર હોય ત્યારે તેની સાથે ઊભા રહેવું જોઈએ. આ સાથે તેમણે દિનેશ બાંભણિયા સહિત આંદોલનના નેતાઓને આનંદીબેન પટેલ સાથે વહેલી તકે મુલાકાત કરાવવાની ખાતરી પણ આપી હતી.
અનાર પટેલે જણાવ્યું હતું કે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે સમાજને તેમની જરૂર હતી. તેમણે કહ્યું કે, “સમાજને જરૂર હોય ત્યારે સાથે ઊભા રહેવું જોઈએ.”
આનંદીબેન પટેલને લઈને અનાર પટેલે કહ્યું હતું કે તેમની માતાના દિલમાં કોઈના પ્રત્યે કશું જ નથી. તેમણે પાટીદાર આંદોલનના નેતાઓને આનંદીબેન પટેલ સાથે ઝડપથી મુલાકાત કરાવી આપવાની વાત પણ કરી હતી.
અનાર પટેલે પોતાના સામાજિક કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી વિવિધ સમાજની સેવા સાથે જોડાયેલાં છે. તેમણે કહ્યું કે સમાજને જ્યારે તેમની જરૂર હોય ત્યારે તેમણે આગળ આવવું જોઈએ.
અનાર પટેલે જણાવ્યું હતું કે નરેશભાઈનો તેમને ખોડલધામમાં ટ્રસ્ટી બનવા માટે ફોન આવ્યો હતો. આ જવાબદારી અંગે વાત કરતાં તેમણે પોતાની માતા પાસેથી શીખેલી વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ હોદ્દો મેળવવા માટે મહેનત કરવી પડે છે. હોદ્દો ગમે તે હોય, તેના માટે જરૂરી મહેનત કરવી જ પડે. જસદણના મંચ પરથી અનાર પટેલે આપેલા આ નિવેદનથી પાટીદાર સમાજ અને આંદોલનના નેતાઓ વચ્ચેની મુલાકાતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
