તા. ૨૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૪ સોમવાર
વીરૂની આખરે વિદાઈ : બોલીવુડનાં ‘હીમેન' ધર્મેન્દ્રનું દુઃખદ અવસાનઃ ૮૯ વર્ષે લીધા અંતિમ શ્વાસઃ બોલીવુડમાં શોકનું મોજુ : ઘણા દિવસથી બિમાર હતાઃ ૮ ડિસેમ્બરે ૯૦મો જન્મ દિવસ ઉજવે તે પહેલા જ અલવિદા કરી દીધું: ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યુઃ શોલે, ચુપકે ચુપકે, સીતા ઔર ગીતા, ધરમવીર, ફૂલ ઔર પથ્થર, જુગ્નુ, યાદો કી બારાત, મેરા ગાંવ મેરા દેશ, ચરસ, આંખે, હકીકત, ધ બર્નિગ ટ્રેન, જીવન મૃત્યુ વગેરે મુખ્ય ફિલ્મો રહી2:44 PM IST
બોલિવૂડના 'હી-મેન' અને સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન: મુંબઈમાં કરાયા અંતિમ સંસ્કાર : પુત્ર સની દેઓલે વિલે પાર્લે સ્મશાન ગૃહમાં પિતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી : પરિવારે ગુપ્તતા જાળવી: અંતિમ યાત્રા શરૂ થઈ ત્યાં સુધી વિગતો જાહેર ન કરાઈ: અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ3:39 PM IST
૧૭ કેસની સુનાવણી, વકીલો તરફથી અભિનંદન : શપથ લીધા પછી જાણો CJI સૂર્યકાંતનો પહેલો દિવસ કેવો રહ્યો? : શપથ ગ્રહણ સમારોહ પછી, CJI જસ્ટિસ સૂર્યકાંત સૌપ્રથમ કોર્ટની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધી અને બી.આર. આંબેડકરની પ્રતિમાઓ પર ફૂલો અર્પણ કર્યા:તેમણે હિમાચલ પ્રદેશની એક પેઢી સાથે સંકળાયેલા કેસમાં ચુકાદો આપ્યો.12:32 AM IST
પુતિને ભારત માટે ખજાનો ખોલ્યો : ટ્રમ્પની ચાલને નિષ્ફ્ળ બનાવા માટે બમ્પર તેલ ઓફર આપી : રશિયાએ ભારતીય રિફાઇનર્સને બે વર્ષમાં યુરલ ક્રૂડ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપીને તેલ બજારમાં હલચલ મચાવી દીધી : પશ્ચિમી પ્રતિબંધોને કારણે ઘણી ભારતીય કંપનીઓએ રશિયન તેલની ખરીદી અટકાવી દીધી હતી અથવા ઘટાડી હતી, પરંતુ રેકોર્ડ ડિસ્કાઉન્ટથી પરિસ્થિતિ બદલાઈ ગઈ 10:34 PM IST
'નિમંત્રણ નહીં મળ્યું તોય ખાલી પગે જઈશ': રામ મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમમાં PM મોદીના કાર્યક્રમનું અયોધ્યાના સાંસદને જ ન મળ્યું નિમંત્રણ! : PM મોદી 25 નવેમ્બરે વિવાહ પંચમીના અવસરે મંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવશે; સાંસદ અવધેશ પ્રસાનું નિવેદન: 'હું કાર્ડની રાહ જોતો બહાર બેઠો છું, પ્રભુ શ્રીરામની જનતાને નથી બોલાવાતી.'10:14 PM IST
ભારતમાં આતંકી હેન્ડલર્સોની નવી ચાલ: વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવી સેલ્ફ્સ્ટાયલ - આપમેળે આતંક હુમલા કરવા માટે પ્રોત્સાહિત કરવાનું વલણ વધ્યું : આતંકી હેન્ડલર્સ હવે પરંપરાગત વ્યૂહરચનાથી આગળ વધીને વ્યક્તિઓને રેડિકલાઈઝ - કટ્ટરપંથી બનાવીને સેલ્ફ સ્ટાઈલ હુમલાઓ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે: આ વલણ જમ્મુ-કાશ્મીરની બહાર પણ ફેલાઈ રહ્યું છે અને આખા દેશમાં હુમલાઓનું જોખમ વધારી રહ્યું છે8:32 PM IST
ભાજપનો 'બંગાળ' પ્રહાર: TMC નેતાના 'બાબરી મસ્જિદ' નિવેદનથી રાજકારણ ગરમાયું : ટીએમસી ધારાસભ્ય હુમાયૂન કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં ૬ ડિસેમ્બરના રોજ 'બાબરી મસ્જિદ'નો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી કહ્યું કે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગશે: અનેક મુસ્લિમ નેતા ભાગ લેશે: ૬ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી ધ્વંસની ૩૩મી વરસી છે : તુષ્ટિકરણની પરાકાષ્ઠા': સુધાંશુ ત્રિવેદીએ મમતા બેનર્જીના ભૂતકાળ અને વર્તમાન પર સવાલ ઉઠાવ્યા; 'ઈન્ડિયા' ગઠબંધન પર પણ સાધ્યું નિશાન9:16 PM IST
અહો આશ્ચર્યમ ! ૪૪ જગ્યાએ એક જ મહિલા! બંગાળમાં 'મત ચોરી'નો એક કાળો ખેલ ખુલ્યો: જેનો ખુલાસો QR સ્કેન દ્વારા થયો : મહિલાનું પહેલું નામ એ જ રહે .....કેટલાક કિસ્સાઓમાં તેની અટક બદલાઈ ગઈ.....અન્ય કિસ્સાઓમાં તેની ઉંમર બદલાઈ ગઈ : પ શ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના ખાસ સઘન સંશોધન (SIR) દરમિયાન, એક એવી રમતનો ખુલાસો થયો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ : ભાજપ કહે છે કે ટીએમસીએ ગરીબોનો દુરુપયોગ કર્યો7:49 PM IST
ધર્મેન્દ્રથી વિજય રૂપાણી સુધી... 2025 માં ધર્મેન્દ્ર અને વિજય રૂપાણી સહિત અનેક અગ્રણી વ્યક્તિઓનું નિધન થયું. : બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું : આ દિગ્ગજોના નિધનથી ચાહકો શોકમાં ડૂબી ગયા7:47 PM IST
હોટલ અને રેસ્ટોરન્ટ્સને વિનંતી કરી છે કે તેઓ વચેટિયાઓની ભૂમિકાને દૂર કરીને ખેડૂતો પાસેથી સીધા શાકભાજી અને ફળો ખરીદે : સરકારે કરી અપીલ : કૃષિ સચિવે જણાવ્યું હતું કે આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળશે તેની ખાતરી થશે : આતિથ્ય ઉદ્યોગે ભારતીય ભોજનની સાચી ઓળખ, GI-ટેગવાળા ઉત્પાદનોને તેના મેનુમાં પ્રોત્સાહન આપવું જોઈએ7:47 PM IST
"આખું પાકિસ્તાન લઈ લો..." રાજનાથ સિંહના "સિંધ" નિવેદન પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા: ભાજપ પર આરોપ : જો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ભારતનો ભાગ હોય, તો તેમને ભેળવવા માટે સૈન્ય મોકલો : ભાજપ પર તણાવ વધારવાવાળા નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી7:43 PM IST
ઇડીની મોટી કાર્યવાહી : PNB છેતરપિંડી કેસમાં 'ભાગેડુ' મેહુલ ચોક્સી પાસેથી વધુ મિલકતો જપ્ત કરી : ED એ મેહુલ ચોક્સીના ચાર ફ્લેટ લિક્વિડેટરને સોંપ્યા છે, જેનાથી બેંકની વસૂલાત પ્રક્રિયા ઝડપી બનશે : અગાઉ, ₹310 કરોડની મિલકતો સોંપવામાં આવી : કોર્ટના આદેશ પર, આ મિલકતોની હરાજીમાંથી મળેલી રકમ સીધી બેંકમાં જશે, જેનાથી પીડિતો તેમના પૈસા વસૂલ કરી શકશે7:43 PM IST
બોલિવૂડના હિ મેને બોલિવૂડને આપ્યા ૬૦ વર્ષઃ ૧૯૬૦માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે થી એન્ટ્રીઃ ફિલ્મી કારકિર્દીમાં ૨૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય : બાવન ફિલ્મો સુપર હિટ અને ૮૮ ફિલ્મો રહી હિટ ૧૯૬૬ની ફિલ્મ ‘‘ફુલ ઔર પથ્થર''થી સુપરસ્ટાર બન્યા હતા ધર્મેન્દ્ર, ‘‘શોલે''ના વીરુના પાત્રથી છવાયા હતા, એક્શન, રોમેન્ટિક કે કોમેડી દરેકમાં હિટ રહેતા ૫૦ થી વધુ અલગ અલગ હિરોઈન અને રાજેશ ખન્ના, મનોજકુમાર,જીતેન્દ્ર જેવા અભિનેતા ઓ સાથે કામ કર્યું છે : ૧૯૭૦ થી ૧૯૮૦નો દાયકો ધર્મેન્દ્ર માટે રહ્યો હતો સુવર્ણકાળ બિકાનેરના સાંસદ પણ રહી ચુક્યા છે ધર્મેન્દ્ર ફિલ્મફેર એવોર્ડ, પદ્મ ભૂષણ, જેવા અનેક એવોર્ડ મેળવી ચૂક્યા હતા, પત્ની હેમામાલિની તો પુત્ર સન્ની અને બોબી તો પુત્રી એશા અને આહના પણ બોલિવૂડ કે મોડેલિંગ જગતમાં: જન્મદિવસ આડે બાકી હતા માત્ર ૧૪ દિવસ 3:16 PM IST
અયોધ્યામાં આવતીકાલે નવો 'કાલચક્ર' શરૂ : રામ મંદિરનું માળખું પૂર્ણ થતાં PM મોદીના હસ્તે ૧૯૧ ફૂટ ઊંચા શિખર પર ભવ્ય ધ્વજારોહણ સમારોહ : જુઓ વિડિયો : મંદિર ટ્રસ્ટ દ્વારા શિમરિંગ સેન્ડસ્ટોન પિલર્સ, ગોલ્ડ-પ્લેટેડ કળશ અને પોલિશ્ડ પાથવેના નવા વિઝ્યુઅલ્સ જાહેર : PMના સ્વાગત માટે ૫૦૦૦ મહિલાઓ દ્વારા ફૂલ-માળા અને આરતી સાથેનો ૧ કિલોમીટર લાંબો રોડ શો : વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતોની ઉપસ્થિતિ10:12 AM IST
ડિસેમ્બરમાં આધાર કાર્ડમાં થશે મોટો બદલાવ " જેમાં કાર્ડ પર ફક્ત ફોટો અને QR કોડ જ રહેશે : આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ અટકાવવા માટે UIDAIનો નિર્ણય : અન્ય માહિતી છાપવામાં આવશે નહીં: નવા ફેરફાર હેઠળ, આધાર કાર્ડ પર નામ, સરનામું અને 12-અંકનો નંબર દેખાશે નહીં. કાર્ડમાં ફક્ત ફોટો અને QR કોડ હશે5:51 PM IST
દિલ્હી હાઈકોર્ટનો ટેસ્લાના પક્ષમાં ચુકાદો5:40 PM IST
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 'ઓપરેશન સપ્લાય ચેઈન બ્રેક' હેઠળ બે દિવસમાં અધધધ ₹૩.૨૬ કરોડનો દારૂ ઝડપાયો : કચ્છ-મુંદ્રામાં રેલવે દ્વારા ઘૂસાડાતો વિદેશી દારૂનો જથ્થો કબ્જે: જુઓ વિડીયો : પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાના આધારે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ મુંદ્રામાંથી બે કન્ટેનર ઝડપાયા : પ્રોહિબિશન લીસ્ટેડ બૂટલેગર અનોપસિંહ રાઠોડ સહિત ૬ વોન્ટેડ : પંજાબથી ટ્રેન મારફતે થતી હતી હેરાફેરી5:14 PM IST
'અભી ના જાઓ છોડકે, કી દિલ અભી ભરા નહીં': કરણ જોહરની ધર્મેન્દ્રના નિધન પર ભાવનાત્મક પોસ્ટ!: ધરમજી એક મહાન અભિનેતા ઉપરાંત એક ઉત્કૃષ્ટ માનવી : 'બોલીવુડના હી-મેન' ધરમજીના જવાથી એક યુગનો અંત: પીઢ ફિલ્મ નિર્માતાએ દંતકથા સમાન અભિનેતાને હૃદયપૂર્વક આપી શ્રદ્ધાંજલિ: તેમનું નિધન બોલીવુડ માટે એક મોટો ફટકો5:01 PM IST
ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માતં: કુંજાપુરી મંદિરે જતી બસ ૭૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતાં ૫ શ્રદ્ધાળુઓના મોત : મૃતકો ગુજરાતી હોવાની પ્રબળ આશંકાઃ ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના યાત્રિકો ગુજરાત અને દિલ્હીના :ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાના નરેન્દ્રનગર વિસ્તારમાં બની કરુણ ઘટના :હિંડોળાખાલ-કુંજાપુરી રોડ પરથી બસ અંદાજે ૭૦ મીટર ઊંડી ખીણમાં ગરકાવ થઈ. :બસમાં સવાર ૨૮ જેટલા મુસાફરોમાંથી ૫ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત. :૨૩ મુસાફરો ઈજાગ્રસ્ત, એસડીઆરએફની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી. :ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના યાત્રિકો ગુજરાત અને દિલ્હીના હોવાની માહિતી.3:40 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છના ગાંધીધામમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની પુનઃ સ્થાપિત પ્રતિમાનું અનાવરણઃ નવા ફલાય ઓવરબ્રીજનું ‘ડો.બાબાસાહેબ આંબેડકર બ્રીજ' નામકરણ : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યકક્ષા મંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત11:26 AM IST
વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અભિયાનને અપનાવીએઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : વળક્ષારોપણ, સ્વચ્છતા, કેચ ધ રેઇન અભિયાન થકી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરીએઃ વિશ્વ કક્ષાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની જામનગરમાં સ્થાપના થવાથી વિશ્વ કક્ષાએ જામનગરને ઓળખ મળી : મુખ્યમંત્રીના હસ્તે જામનગરમાં રૂ.૬૨૨.૫૨ કરોડથી વધુ રકમના ૬૯ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્નઃ જામનગરમાં ફલાયઓવર બ્રિજ પરથી પસાર થતા વિકાસકાર્યોની અનુભૂતિ થશેઃ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાઃ ફલાય ઓવરબ્રિજ થકી સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓમાં જામનગરનું નામ ઉમેરાશેઃ સાંસદ પૂનમબેન માડમ3:42 PM IST
જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર ખાતે સ્વચ્છતા પ્રોજેક્ટનો પ્રારંભ;૨૬૮ કરોડના ખર્ચે ગાર્બેજ કલેક્શનના ૨૧૬ વાહનોને પ્રસ્થાન કરાવાયું : જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા સહિતના ઉપસ્થિત1:50 PM IST
લાલુ પ્રસાદ યાદવ પરિવારના કેસની સુનાવણી કરતા જજને બદલવા માંગણી :રાબડી દેવીએ દિલ્હી કોર્ટમાં અપીલ કરી : પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ લાલુ પ્રસાદ યાદવ પરિવાર વિરુદ્ધ ચાર કેસોની સુનાવણી કરી રહેલા જજ વિશાલ ગોગાનેની બદલીની માંગ કરી જેમાં IRCTC કૌભાંડ અને નોકરી માટે જમીન કૌભાંડનો સમાવેશ થાય છે. તેમણે આ કેસોને બીજા જજને ટ્રાન્સફર કરવાની અપીલ કરી 1:54 PM IST
દરેક નિર્ણય સરકાર વિરુદ્ધ આપો, એટલા માટે કેટલાક લોકો ન્યાયાધીશને દોષ આપે છે:CJI ગવઈએ એક મોટી વાત કહી : ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે કોર્ટમાં, અમે દરેક કેસને સમાન દ્રષ્ટિકોણથી ધ્યાનમાં લઈએ છીએ. કેસના ગુણદોષ પર નિર્ણયો લેવામાં આવે છે, પછી ભલે તે કોઈપણ પક્ષ સામેલ હોય - પછી ભલે તે સરકારી હોય કે ખાનગી પક્ષ.1:53 PM IST
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે, જ્યારે દક્ષિણના ૬ રાજ્યોમાં ભરે વરસાદનું સંકટ: પહાડો પર બરફવર્ષા અને મેદાનોમાં કોલ્ડ વેવ : એક તરફ ઉત્તર ભારતના રાજ્યો હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે: બીજી તરફ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં મેઘરાજાનું તોફાન જોવા મળી રહ્યું છે: હવામાન વિભાગના છેલ્લા અહેવાલ મુજબ, આગામી દિવસોમાં દેશના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે1:18 PM IST
જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ : ભુપેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ : મુખ્યમંત્રીએ જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું : સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે : ૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ : પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી સહિતના ઉપસ્થિત11:08 AM IST
વૈજ્ઞાનિકોએ ‘ખરાબ કોલેસ્ટ્રોલ'ને નિયંત્રિત કરવા ‘ચમત્કારિક' ટેબ્લેટ બનાવી : હૃદય રોગના દર્દીઓ માટે એક નવી દવાએ મોટી આશા લાવી છે. આ દવા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને લગભગ ૬૦ ટકા ઘટાડી શકે છે : કોલેસ્ટ્રોલ ઘટાડતી નવી દવાનું નામ Enlicitide છે : આ દવા એવા લોકોને રાહત આપે છે જેઓ ઇન્જેક્શન લેવા માંગતા નથી અથવા લઈ શકતા નથી 11:00 AM IST
અનામતના લાભો ખરેખર વંચિત- હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી પહોંચતા નથી : SC/ST સમુદાયોના સામાજિક અને આર્થિક રીતે વિકસિત વર્ગોએ અનામતનો મોટો હિસ્સો રોકી રાખ્યો છે : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ : કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે SC/ST સમુદાયોને પેટા-વર્ગીકરણ કરવાનો સમય આવી ગયો છે જેથી નોકરીમાં અનામતનો સાચો લાભ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે પછાત રહેતી જાતિઓ મેળવી શકે10:28 AM IST
સમાચારો ફટાફટ વાંચી જાવ9:37 AM IST
અમેરિકાએ રશિયન કંપનીઓ પર પ્રતિબંધો લાગુ : ભારતની તેલ આયાત પર અસર કરે તેવી શક્યતા : વૈકલ્પિક સ્ત્રોતોની શોધ ચાલુ : રોઝનેફ્ટ અને લુકોઇલ અને તેમની બહુમતી માલિકીની પેટાકંપનીઓ પર યુએસના પ્રતિબંધો 21 નવેમ્બરથી અમલમાં આવ્યા. આનાથી આ કંપનીઓ માટે ક્રૂડ તેલ ખરીદવાનું કે વેચવાનું લગભગ અશક્ય બની ગયું9:22 PM IST
બાંગ્લાદેશે ફરી શેખ હસીના માટે ભારતને હાથ જોડ્યા : પત્ર લખીને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી : ટ્રિબ્યુનલના નિર્ણયનો ઉલ્લેખ કર્યો : બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. જોકે, ભારતે હજુ સુધી જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી10:22 PM IST
હેં ! દિલ્હીના ફ્લેટમાંથી અધધ....262 કરોડના મૂલ્યનું 328 કિલો ડ્રગ્સ જપ્ત: ગૃહમંત્રીએ આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ પોલીસની પ્રશંસા કરી : આ દિલ્હીમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ જપ્તીઓમાંની એક: પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે : નાગાલેન્ડની એક યુવતીએ ડ્રગ્સની હેરાફેરી માટે છતરપુરમાં આ ફ્લેટ ભાડે લીધો હતો9:23 PM IST
હવે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મસાલા દાળ અને ખીચડી સાથે માણી શકશો નવા ભોજનનો સ્વાદ: જાણો મેનુમાં શું થયા ફેરફાર : નવા મેનૂ ભારતના વૈવિધ્યસભર ભોજનથી પ્રેરિત છે, જેમાં અવધના શાહી ભોજનથી લઈને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના સ્વાદનો સમાવેશ: મેનુમાં પેન-એશિયન, યુરોપિયન બિસ્ટ્રો અને ભૌગોલિક રીતે વિશિષ્ટ સ્ટાર વાનગીઓ પણ સામેલ 9:39 PM IST
સમાજમાં સમાનતા અને પરંપરા જાળવવાનો મોટો નિર્ણય : ઉત્તરાખંડના ૨૫ આદિવાસી ગામોએ લગ્નોમાં દારૂ, બિયર અને તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ પર મૂક્યો પ્રતિબંધ : જૌનસાર-બાવર વિસ્તારના ગામોમાં સામૂહિક સંમતિથી નવા નિયમો લાગુ : ચોમિન, મોમોઝ, ટિક્કી, ચાટ પીરસવા પર પ્રતિબંધ : આર્થિક બોજ ઘટાડવા ચાંદીના સિક્કા અને મોંઘી ભેટોની આપ-લે પણ બંધ : નિયમ ભંગ કરનારને ₹૧ લાખનો દંડ10:07 PM IST
વિરોધાભાસી યુતિ! : ન્યૂયોર્ક શહેરના મેયર-ઈલેક્ટ ઝોહરાન મમદાનીએ ટ્રમ્પને 'ફાસીવાદી' અને 'ડેસ્પોટ' ગણાવ્યા છતાં, ટ્રમ્પ સાથે કામ કરવા તૈયાર : સોશિયાલિસ્ટ નેતા મમદાનીએ ઓવલ ઓફિસની મીટિંગ બાદ સ્પષ્ટ કર્યું - 'રાજકીય મતભેદો યથાવત, પરંતુ ન્યુયોર્ક શહેરના પોષણક્ષમતા સંકટ (Affordability Crisis) પર સમાન વિચારધારા’ : ટ્રમ્પે મમદાનીને 'હા' કહેવા માટે પ્રોત્સાહિત કર્યા10:11 PM IST
ઓનલાઈન આતંકવાદી બનાવવાની ફેક્ટરી કેવી રીતે કાર્યરત હતી? વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ ક્યાંથી ઉદ્ભવ્યું? ઘણા રહસ્યો ખુલ્યા : દિલ્હી બ્લાસ્ટ પછી તપાસ એજન્સીઓએ ઓનલાઈન આતંકવાદી બનાવટની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો:તપાસમાં એક વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલના મૂળનો ખુલાસો થયો જેમાં યુવાનોને ઓનલાઈન કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા.10:49 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું મંગળવારે નવસારીમાં લોકાર્પણ કરશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર મુખ્યમંત્રીના દિશાદર્શનમાં સાકાર થયો: રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાશે6:26 PM IST
રાષ્ટ્રરક્ષકોનું સન્માન: સાબરકાંઠામાં સિનેમા, સ્વાસ્થ્ય અને સન્માનનો ત્રિવેણી સંગમ : સાબરકાંઠા વહીવટી તંત્રની અનોખી ‘વીરવંદના’: સૈનિકો અને પરિવારો માટે ‘120 બહાદુર’ ફિલ્મનું વિશેષ પ્રદર્શન અને આરોગ્ય પરીક્ષણ: સૈનિકોના સમર્પણનું ઋણ સ્વીકાર: પ્રશાસનનો આદરભાવ, નવીન પહેલથી મજબૂત બન્યું રાષ્ટ્રરક્ષકોનું જોડાણ6:24 PM IST
ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ: ૧૦૦ કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ : છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના ૩૧,૮૩૪ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય : અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ૩૦ વર્ષનો ડેટાબેઝ તપાસી આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરીફીકેશન કરાયું : 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા, નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે : 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના: બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે: વિકાસ સહાય4:34 PM IST
વડોદરામાં શક્તિ ક્રિકેટ લીગના મહિલા ક્રિકેટ મેચમાં દંગલ:ટીમની ખેલાડીઓ વચ્ચે છૂટાહાથની મારામારી : હારેલી ટીમનો અન્ય ટીમના સમર્થકો દ્વારા હુરિયો બોલાવતાં મામલો બિચક્યો: બંને ટીમના સમર્થકો દોડી આવ્યા:એકબીજા પર પથ્થરો શરૂ કર્યો:કેટલીક મહિલાઓએ દંડા લઈ એકબીજા પાછળ દોડતી જોવા મળી તેમજ એકબીજાના ચોટલા ખેંચતી પણ નજરે પડી1:16 PM IST
ગુજરાતના શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન : 2025માં રાજ્યના16 શહેરોમાં આયોજિત સ્વદેશી મેળાઓમાં ₹10 કરોડથી વધુનું વેચાણ : બે મહિનાના સમયગાળામાં આ મેળાઓની 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી : સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી2:05 PM IST
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરૂ : છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી :20 જેટલા જેસીબી મશીન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ 1000થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે : સરકાર અને એએમસી દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવા કાર્યવાહી4:55 PM IST
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં સામેલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન :ડીજીપી વિકાસ સહાય : પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝમાંથી આ આરોપીઓના રેકોર્ડ તપાસ્યા હતા. તેમની હાલની પ્રવૃત્તિઓ, રોજગાર, સરનામાં, વિદેશ પ્રવાસ, સંગઠન સાથેની સંકળાયેલ માહિતી અને સોશ્યલ બેકગ્રાઉન્ડ સહિતની તમામ વિગતોનું વેરીફિકેશન કર્યું 7:09 PM IST
નૂતન મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી : ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા : હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી કરાઇ : અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે 5:02 PM IST
અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા. ૨૬ થી ૨૯ નવેમ્બર સુધી ઉત્તર-મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસે : સમિતિ પાણી પુરવઠા વિભાગની યોજનાઓની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરશે : તા. ૨૬ અને ૨૭ના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામા તા. ૨૭ના પોશીના જૂથ યોજનાના બાવળ કાઠીયા હેડવર્કસ, દેવની મોરી હેડવર્કસ તા. ૨૮ના મોડાસામાં ગોઠીબ પાણી પુરવઠા યોજના, ઝાલોદ નોર્થ જૂથ પાણી પુરવઠા યોજના તેમજ મુંડાહેડા હેડવર્કસ-પાણી પુરવઠા યોજનાની મુલાકાત કરશે4:27 PM IST
SIRના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જેલ કેદીઓ દ્વારા પણ યોગદાન આપવામાં આવી રહયુ છે : ડો. કે. એલ.એન.રાવ. : વડોદરા જેલમાં જેલ અધિક્ષક ઉષા રાડાના સુપરવિઝન હેઠળ ફોલ્ડર, પ્રિન્ટિંગ કાર્યમાં સહયોગ આપવાના કાર્યની દેશ અને રાજ્યના ચૂંટણી પંચ દ્વારા નોંધ લેવામાં આવી છે.... આત્મ નિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત રોજગાર લક્ષી તાલીમ ખરા સમયે ઉપયોગી બની તેનો હર્ષ.. ઇન્ચાર્જ જેલ વડા, અને CID વડા સાથે અકિલાની વાતચીત..3:51 PM IST
શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સરકારી શાળા અગ્રેસર : ૯૦૦થી વધુ સિક્કા કલેક્શન બદલ 'વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ'માં સ્થાન, IIT પ્રેરિત 'ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫ પ્રથમ ક્રમ તેમજ રાજ્યકક્ષાનો 'ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫' પ્રાપ્ત કરનાર રાજ્યની અનોખી એવી પાલજની 'સરકારી પ્રાથમિક શાળા' : શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે... ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની 'સરકારી પ્રાથમિક શાળા'......12:04 PM IST
IPS, GPS સહિત ૧૧૦ મંગળવારે ડીજીપી કોમેનડેસન ડિસ્કથી વિભૂષિત થશે : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સિનિયર IPS ગગનદીપ ગંભીર, સ્પેશ્યલ બ્રાન્ચ વડા વિધિ ચૌધરી, DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગર એસપી નિતેશ પાંડે અને કચ્છ પૂર્વ એસપી સાગર બાગમાર સહિત અધિકારીઓ અને સ્ટાફને ફૂલડે વધાવશે : ગાંધીનગરમાં કરાઈ અકાદમી ખાતે અનેરૂ આયોજન.. સન્માનિત અધિકારીઓ અને સ્ટાફ પરિવારના બે સભ્યો સાથે રાખી શકશે10:58 AM IST
માતાજીના માંડવામાં ૬ બોકડાની બલીઃ ૯ બચાવી લેવાયા : ગ્રીનલેન્ડ ચોકડી અને આજીડેમ ચોકડી વચ્ચેના પીટીસી ગ્રાઉન્ડમાં થયું હતું માંડવાનું આયોજનઃ જીવદયા ફાઉન્ડેશનની ટીમનો પોલીસને સાથે રાખી મધરાતે દરોડો : જીવદયા ફાઉન્ડર કેતન સંઘવી, રેખા સાગરકા સહિતની ટીમને બાતમી મળી હતીઃ ચોૈહાણ પરિવારનો બાળક સતત માંદો રહેતો હોઇ તે સાજો થઇ જાય પછી પંદર પશુઓની બલી ચડાવવાની માનતા રખાઇ હતીઃ કેતન સંઘવીની ફરિયાદ પરથી થોરાળા પોલીસે રાહુલ ચોૈહાણ, અરવિંદ ચોૈહાણ અને પ્રતાપ ચોૈહાણ સામે ગુનો નોંધ્યો3:02 PM IST
સજાના વોરંટમાં ફરાર ભાવેશ પીઠડીયા પકડાયો 3:53 PM IST
જેલમાં ભાઇબંધી થયા પછી રાજસ્થાનથી ૫.૩૭ લાખનું ડ્રગ્સ મંગાવ્યું: વેંચે એ પહેલા બે પકડાયા : એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુની ટીમનો બેડી ચોકડી સ્વસ્તિક વીલામાં દરોડોઃ અલ્પેશ ઉર્ફ ભુરો તન્ના અને ગોધરાનો સફી પીંજારા પકડાયાઃ રાજસ્થાનના નગુલાલનું નામ ખુલ્યું: હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી1:47 PM IST
રાજકોટમાં મર્ડર મિસ્ટ્રી કલાકોમાં ઉકેલાઈ: ભગવતીપરાની સ્નેહાબેનને ખુદ પતિ હિતેશે પતાવી દીધી હતી: ક્રાઇમ બ્રાન્ચે ભેદ ખોલ્યો : સતત ક્લેશ કરતી, ગાળો આપતી પતિને જમવા લઈ જવાના બહાને સ્કુટીમાં બેસાડી લઈ જઈ લોખંડના સળિયાથી હત્યા કરી હતી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ પરમાર, મોવલિયા, ડોડીયા, ગરચર, ચુડાસમાની ટીમોએ ઉકેલ્યો ભેદ9:42 PM IST
વોલીવોલ રમતી વખતે ૧૮ વર્ષનો છાત્ર આદિત્ય વાછાણી ઢળી પડયોઃ મૃત્યુ : યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કૂલના મેદાનમાં રવિવારે સાંજે બનાવ : હૃદય બેસી ગયાની શક્યતાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહઃ ક્રિસ્ટલ મોલ પાછળ રહેતાં વાછાણી દંપતિએ એકનો એક આશાસ્પદ દિકરો ગુમાવી દીધોઃ પરિવારમાં શોકની કાલીમા4:50 PM IST
જિલ્લા પંચાયતમાં સમિતિઓની બેઠક શરૂ, સામાન્ય સભા બોલાવાશે : બજેટ અંગે અનિશ્ચિતતા : ગઇ ૧૩ ઓકટોબરે ઘેલા સોમનાથમાં વિદાયમાન જેવી બેઠક યોજાઇ ગયા બાદ સંજોગો બદલાયા : ચુંટાયેલી પાંખની મુદત ૧૬માર્ચે પુરી થાય છે : આજે સિંચાઇ સમિતિની બેઠક મળી, હવે અન્ય સમિતિઓની બેઠકો બોલાવાશે : વચગાળાના બજેટનો વિકલ્પ ખુલ્લોઃ પદાધિકારીઓ દ્વિધામાં 4:01 PM IST
ભગવતીપરાની સ્નેહાબેનની ક્રુર હત્યા લૂંટના ઇરાદે?: નાકનો દાણો સહિત અઢી લાખના દાગીના ગાયબ! : પતિને ફોન કરી કહ્યું-હું પાણીપુરી ખાવા જાઉ છું, તમે કારખાનેથી નીકળો ત્યારે મને રસ્તામાંથી લેતાં જજોઃ પતિએ બે ફોન કર્યા પણ નો-રિપ્લાય થયા, ઘરે પહોંચતાં ફોન ઘરેથી મળ્યોઃ રાતભર શોધખોળ કરી અને સવારે લાશ મળી : પતિ હિતેષભાઇ આસોડીયા અને ભાઇ અમિતભાઇ બાવરીયાએ કહ્યું-સ્નેહાબેન નિયમીત ગળામાં સોનાનું મંગલસુત્ર, કાનમાં સોનાની બુટી, નાકમાં દાણો, પગમાં ચાંદીના સાંકળા, હાથમાં ચાંદીની બંગડી પહેરતાં હતાં: લાશ મળી ત્યારે આ બધુ ગાયબ હતું : ક્રુર હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરીઃ લૂંટ વિથ મર્ડર કે પછી અન્ય કોઇ કારણ? અલગ અલગ દિશામાં પોલીસની તપાસઃ મોબાઇલ કોલ ડિટેઇલ, વધુ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજઃ પીઆઇ એસ. એસ. રાણે અને ડી. સ્ટાફ ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ ભેદ ઉકેલવા કામે લાગી1:50 PM IST
રાજકોટના ઉદ્યોગનગર વિસ્તારમાં બુટલેગરોના ત્રાસથી ત્રાહીમામ લોકો : મોટી સંખ્યામાં પોલીસ કમિશ્નર કચેરીએ ઉમટી પડયા : પોલીસ સામે સવાલો : ગજા જાદવ નામના બુટલેગરની દારૂ વેચાણની ખુલ્લેઆમ અસામાજીક પ્રવૃતિઓ, સ્થાનીકોને ધમકી-મારપીટ, રિવોલ્વર સાથે દાદાગીરી સહિત અનેક ઘટનાઓને વારંવાર અંજામ આપવા છતા કોઇ દાખલારૂપ કાર્યવાહી થતી નહિ હોવાનો વસવસો ઠાલવ્યો : વિપક્ષી ધારાસભ્યને પણ વિગતો વર્ણવી3:48 PM IST
ભુપેન્દ્રભાઈ જામનગરમાં: સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ : મુખ્યમંત્રીની જામનગરને રૂ.૬૨૨ કરોડથી વધુના ૬૯ વિકાસ પ્રકલ્પોની ભેટઃ શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ : અર્જુનભાઈ મોઢવાડીયા, રીવાબા જાડેજા, પૂનમબેન માડમ, રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી સહિતના ઉપસ્થિત10:58 AM IST
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 5 શખસોએ ATM તોડવા માટે કાવતરૂ ઘડ્યું : દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના હથિયારો સાથે ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત : અજય ઉર્ફે અંકિત ઉઘરેજાને પૈસાની જરૂર હતી જેથી બિરુકુમાર ચંદર્મારામ, રોકીરાજ સુરેશસિંહ કુશવાહ અને રવિશંકર રાજુ શાહ ત્રણેય બિહારથી રેલવે મારફતે અમદાવાદ સુધી આવ્યા હતા અને ત્રણેયને રાજકોટ હોટલમાં રૂમ ભાડે રખાવી આપ્યો'તો6:37 PM IST
કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકાને ૧૭૬ કરોડના ૬૬ વિકાસ કામોની ભેટ આપતા ભુપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારી વેલ પ્લાન્ડ સીટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ ચીંધ્યોઃ ગુજરાતમાં હોલીસ્ટિક સીટીના વિકાસ માટે શહેરી વિકાસ બજેટમાં ૪૦%ના વધારા સાથે રાજ્ય સરકારની ૩૦ હજાર કરોડની ફાળવણીઃ ભુપેન્દ્રભાઈ પટેલ : પાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ રસ્તા, ગટર, પાણી, સ્ટ્રોમ વોટર, સહિતના વિકાસ કામો થકી શહેરને મળશે નવી ઓળખ11:07 AM IST
‘‘આપણા કાર્યક્રમનું સ્થળ બદલોઃ દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા,''ભૂપેન્દ્રભાઈ પટેલ : ..આ વાત ધ્યાને આવતા જ મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવીને તુરત જ કાર્યક્રમનું સ્થળ બદલ્યું ! મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માનવતાવાદી અભિગમ : એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું : ‘‘લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું: મહેમાનોને જાણ કરવીઃ નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરૂ હતું: પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શકયા.'' બ્રિજેશ પરમાર, દીકરીના કાકા12:38 PM IST
વાંકાનેર સીરેમીક એસોશીએશન દ્વારા જી.એસ.ટી.સ્લેબ ઘટાડવા સાંસદ (રાજવી) કેસરીદેવસિંહજી ઝાલા તથા મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ : સીરામીક એસોશીએશન દ્વારા ૧૮ ટકામાંથી ૫ ટકા જી.એસટી.સ્લેબની માંગ ઉદ્યોગકારોની માંગણીને : પુરતો ન્યાય આપવા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ દિલ્હી ખાતે યોગ્ય રજૂઆત કરવા ખાત્રી આપેલ11:55 AM IST
મતદાતા યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ માં જામનગરમાં ભાજપ અગ્રણીઓ દ્વારા સર અંતર્ગત વિશેષ ડ્રાઇવ ની જવાબદારી અન્વયે બુથ માં કામગીરી કરી : એક એક બુથ ની જવાબદારી સંભાળી બોર્ડની અંદર આવતા મતદાતાઓ ના ફોર્મ ભરવાની કામગીરીનું નિરીક્ષણ કરી કોઈ પણ મતદાતા તેના મત અધિકારથી વંચિત ન રહી જાય તેના માટે ઝીણવટી કામગીરી12:11 PM IST
SIR અંતર્ગત જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા એ ૮૬ -જુનાગઢ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી : જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી એ બી.એલ.ઓની કામગીરી નું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યુઃ જૂનાગઢ જિલ્લામાં આજે મતદાન મથકે યોજાનાર ખાસ મેગા કલેક્શન કેમ્પનો લાભ લેવા મતદારોને અપીલ12:21 PM IST
જુનાગઢ સી-ડીવીઝન પોલીસે નાસતા - ફરતા ૩ને ઝડપી લીધા 12:26 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
બુધ્ધદેવ પરિવારમાં શુભલગ્ન : ચિ.હીમા ચિ.મનન10:36 AM IST



































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































































































