તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Sunday, 6th September 2026
દૂધના ભાવમાં કપાતથી પશુપાલકોમાં રોષ: સુમુલ ડેરીએ એક હાથે આપી રાહત, બીજા હાથે ઝૂંટવી લીધી
સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે બે મોટી જાહેરાતો; ખાણના ભાવ ઘટાડયા પરંતુ પ્રતિ કિલો ફેટના ભાવમાં કપાત કરતા પશુપાલકોની કમાણી પર પડ્યો મોટો માર

સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને પશુપાલકોની અગ્રણી સહકારી સંસ્થા સુમુલ ડેરી (સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ) દ્વારા તાજેતરમાં પશુપાલકોને અસર કરતી બે મહત્વની અને વિરોધાભાષી જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતો બાદ પશુપાલકોમાં "એક હાથે આપ્યું અને બીજા હાથે લઈ લીધું" જેવી સ્થિતિ સર્જાઈ છે.
ડેરી નુકસાનીમાંથી બહાર આવવા માટે અને પશુપાલકોને ટેકો આપવાના હેતુથી એક તરફ સુમુલ ડેરી દ્વારા પશુ આહાર (દાણ/ખાણ)ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરીને પશુપાલકોને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ બીજી જ ક્ષણે, પશુપાલકો દૂધ મંડળીઓમાં જે દૂધ જમા કરાવે છે તેના પ્રતિ કિલો ફેટના ભાવમાં ઘટાડો કરવાનો ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે.
દૂધના ફેટના ભાવ ઘટવાને કારણે પશુપાલકોને પ્રતિ લિટર દૂધ પર મળતી આવકમાં સીધો સિંઘમ માર પડ્યો છે. સામે ખાણના ભાવમાં કરાયેલો ઘટાડો ખૂબ જ નજીવો હોવાથી, ફેટના ભાવમાં થયેલી કપાતની સરખામણીએ પશુપાલકોને કોઈ ખાસ ફાયદો મળી રહ્યો નથી. દૂધ ઉત્પાદનનો ખર્ચ, મહેનત અને પશુઓની માવજત સામે આવક ઘટતા પશુપાલક આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
સ્થાનિક પશુપાલકોનું કહેવું છે કે મોંઘવારીના આ યુગમાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારવાના બદલે ઘટાડવામાં આવ્યા છે, જેનાથી તેમની રોજીરોટી પર વિપરીત અસર પડી છે. ડેરી સત્તાધીશો દ્વારા પશુપાલકોના હિતમાં દૂધના ફેટના ભાવમાં કરાયેલો કપાતનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
