News of Tuesday, 15th September 2026
અંજાર ૭.૨૪, વલ્લભીપુર ૬.૧૦, જામનગર ૫.૫૯, બોરસદ ૫.૫૧, ઉના ૫.૪૩, કોટડા સાંગાણી ૫.૨૦, ગાંધીધામ ૪.૬૧, ભચાઉ ૪.૪૧, કડી અને કરજણ ૪.૨૯ ઇંચ તો સુરત સિટી અને બોટાદ ૪.૧૭ ઇંચ
રાજ્યભરમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : ૩૪ જીલ્લાના ૨૫૯ તાલુકાઓમાં ઝરમરથી ૧૮૪ મીમી ભારે વરસાદ : અનેક વિસ્તાર થયા જળબંબાકાર : ઉકાઇ ડેમની જળ સપાટી સતત વધીને ૩૩૭ .૧૭ ફુટે પહોંચી : ભારે વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી : ભાદરવો ભરપુર જામતો જણાય છે, રાજ્યભરમાં મેઘરાજા ધુંઆધાર બેટિંગ કરતા ૩૪ જીલ્લાના ૨૫૯ તાલુકાઓમાં ૧ મીમીથી લઈને ૧૮૪ મિમી સુધીનો ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ જવા પામ્યું છે.
ગુજરાતના લાખો ખેડુતો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા એવા મોંઘેરા મેઘરાજા જાણે રીઝ્યા હોય એમ સૌરાષ્ટ્ર, કરછ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસતા, જગતના તાતને રાહત થઈ છે.
ભારે વરસાદને પગલે અને ઉપરવાસના પાણીની આવકને લઈને બધો અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે વધીને ૩૩૭.૧૭ ફૂટે પહોંચી છે અને ડેમમાં ૬૪,૨૬૯ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કોઝવે ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૬.૪૬ મીટરે પહોંચી છે અને અહીં થી ૩૮,૩૦૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો
કચ્છ : અંજારમાં ૧૮૪ મીમી, ગાંધીધામમાં ૧૧૭ મીમી, ભચાઉમાં ૧૧૨ મીમી, મુંદ્રામાં ૯૦ મીમી, ભુજમાં ૮૪ મીમી, લખપતમાં ૭૭ મીમી, રાપરમાં ૬૦ મીમી, નખત્રાણામાં ૬૦ મીમી, અબડાસામાં ૫૫ મીમી અને માંડવીમાં ૫૨ મીમી વરસાદ નોંધાયો છે.
ભાવનગર : વલ્લભીપુરમાં ૧૫૫ મીમી, પાલિતાણામાં ૮૮ મીમી, ઉમરાળામાં ૮૪ મીમી, મહુવામાં ૭૪ મીમી, તળાજામાં ૪૮ મીમી, શિહોરમાં ૩૦ મીમી, ઘોઘામાં ૨૨ મીમી, ભાવનગરમાં ૧૩ મીમી, જેસરમાં ૧૨ મીમી અને ગારીયાધારમાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર : જામનગરમાં ૧૪૨ મીમી, જોડિયામાં ૭૦ મીમી, જામજોધપુરમાં ૬૩ મીમી, ધ્રોલ માં ૫૮ મીમી, લાલપુરમાં ૩૪ મીમી અને કાલાવડમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે.
આણંદ : બોરસદમાં ૧૪૦ મીમી, તારાપુરમાં ૮૦ મીમી, આંકલાવમાં ૬૪ મીમી, પેટલાદમાં ૪૧ મીમી, ખંભાતમાં ૨૯ મીમી, સોજિત્રામાં ૨૯ મીમી, ઉમરેઠમાં ૨૩ મીમી અને આણંદમાં ૯ મીમી વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ : ઉનામાં ૧૩૮ મીમી, તાલાલામાં ૯૮ મીમી, કોડિનારમાં ૬૯ મીમી, સુત્રાપાડામાં ૩૬ મીમી, પાટણ-વેરાવળમાં ૩૧ મીમી અને ગીર ગઢડામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે.
રાજકોટ : કોટડા સાંગાણીમાં ૧૩૨ મીમી, જામકંડોરણામાં ૧૦૧ મીમી, ગોંડલમાં ૯૫ મીમી, વિછિયામાં ૬૪ મીમી, રાજકોટમાં ૫૨ મીમી, ધોરાજીમાં ૩૫ મીમી, લોધિકા માં ૩૩ મીમી, જસદણમાં ૩૨ મીમી, જેતપુર માં ૧૭ મીમી, પડધરીમાં ૯ મીમી અને ઉપલેટામાં ૯ મીમી વરસાદ નોંધાયો છે.
મહેસાણા : કડીમાં ૧૦૯ મીમી, વિજાપુરમાં ૭૯ મીમી, જોટાણા માં ૫૩ મીમી, ખેરાલુમાં ૩૯ મીમી, મહેસાણામાં ૩૭ મીમી, બેચરાજીમાં ૩૦ મીમી, સતલાસણામાં ૨૮ મીમી, વિસનગરમાં ૨૦ મીમી, વડનગરમાં ૨૦ મીમી અને ઊંઝામાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે.
વડોદરા : કરજણમાં ૧૦૯ મીમી, વડોદરામાં ૭૨ મીમી, પાદરામાં ૫૭ મીમી, સાવલીમાં ૨૪ મીમી, ડેસરમાં ૨૪ મીમી, સિનોરમાં ૩૪ મીમી, ડભોઈમાં ૧૪ મીમી અને વાઘોડિયામાં ૭ મીમી વરસાદ નોંધાયો છે.
સુરત : સુરત શહેરમાં ૧૦૬ મીમી, ઓલપાડમાં ૪૭ મીમી, ચોર્યાસીમાં ૩૧ મીમી, મહુવામાં ૩૦ મીમી, અંબિકામાં ૨૮ મીમી, કામરેજમાં ૧૮ મીમી, આરેઠમાં ૧૮ મીમી, માંગરોળમાં ૧૦ મીમી, પલસાણામાં ૮ મીમી, બારડોલીમાં ૬ મીમી, ઉમરપાડા માં ૫ મીમી અને માંડવીમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
બોટાદ : બોટાદમાં ૧૦૬ મીમી, ગઢડામાં ૯૦ મીમી, બરવાળામાં ૫૪ મીમી અને રાણપુર માં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ : ધોળકામાં ૧૦૫ મીમી, દસ્ક્રોઈ માં ૮૯ મીમી, અમદાવાદ શહેરમાં ૮૭ મીમી, સાણંદમાં ૭૭ મીમી, ધંધુકા માં ૬૩ મીમી, બાવળામાં ૬૦ મીમી, દેત્રોજ-રામપુરામાં ૫૧ મીમી, ધોલેરામાં ૪૦ મીમી, વિરમગામમાં ૩૫ મીમી અને માંડલમાં ૨૭ મીમી વરસાદ નોંધાયો છે.
ખેડા : નડિયાદમાં ૧૦૩ મીમી, માતરમાં ૮૨ મીમી, મહેમદાબાદ માં ૬૯ મીમી, વાસો માં ૫૯ મીમી, ખેડામાં ૫૮ મીમી, ગળતેશ્વર માં ૫૬ મીમી, કઠલાલમાં ૪૮ મીમી, મહુધામાં ૪૮ મીમી, થાસરા માં ૩૮ મીમી, ફાગવેલમાં ૨૯ મીમી અને કપડવંજમાં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ : ભરૂચમાં ૧૦૦ મીમી, હાંસોટમાં ૯૨ મીમી, વાગરામાં ૯૧ મીમી, અંકલેશ્વરમાં ૮૦ મીમી, ઝઘડિયામાં ૪૨ મીમી, આમોદ માં ૨૮ મીમી, વાલિયા માં ૨૩ મીમી, જંબુસરમાં ૧૬ મીમી અને નેત્રંગમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
અરવલ્લી : મેઘરજમાં ૯૬ મીમી, બાયડમાં ૭૫ મીમી, મોડાસામાં ૬૩ મીમી, ધનસુરામાં ૫૮ મીમી, ભિલોડામાં ૩૫ મીમી, સાઠંબા માં ૩૨ મીમી, શામળાજીમાં ૨૬ મીમી અને માલપુરમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે.
જુનાગઢ : ભેસાણમાં ૯૦ મીમી, વિસાવદરમાં ૫૭ મીમી, માંગરોળમાં ૪૭ મીમી, માણાવદરમાં ૪૦ મીમી, મેંદરડામાં ૩૮ મીમી, કેશોદમાં ૨૧ મીમી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૧૩-૧૩ મીમી તથા વંથલીમાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર : લખતરમાં ૮૮ મીમી, દસાડામાં ૬૧ મીમી, ધ્રાંગધ્રામાં ૩૯ મીમી, મુળીમાં ૩૩ મીમી, વઢવાણમાં ૨૭ મીમી, થાનગઢમાં ૨૨ મીમી, સાયલામાં ૨૧ મીમી, ચોટીલામાં ૧૭ મીમી, ચૂડા માં ૧૩ મીમી અને લીંબડીમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો છે.
પંચમહાલ : ગોધરામાં ૮૬ મીમી, હાલોલમાં ૫૧ મીમી, ઘોઘંબામાં ૨૨ મીમી, શેહેરા માં ૨૧ મીમી, મોરવા હડફમાં ૨૧ મીમી, કાલોલમાં ૨૦ મીમી અને જાંબુઘોડામાં ૧૦ મીમી વરસાદ નોંધાયો છે.
પોરબંદર : કુતિયાણામાં ૮૩ મીમી, પોરબંદરમાં ૫૦ મીમી અને રાણાવાવમાં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી : ગણદેવીમાં ૭૮ મીમી, ખેરગામમાં ૨૪ મીમી, ચીખલીમાં ૨૦ મીમી, નવસારીમાં ૧૪ મીમી, જલાલપોરમાં ૯ મીમી અને વાંસદામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા : હિંમતનગરમાં ૭૦ મીમી, ખેડબ્રહ્મામાં ૬૭ મીમી, પ્રાંતિજમાં ૬૫ મીમી, પોશીના માં ૪૮ મીમી, વડાલીમાં ૪૫ મીમી, ઈડરમાં ૩૬ મીમી, તલોદમાં ૩૫ મીમી અને વિજયનગર માં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે.
પાટણ : રાધનપુરમાં ૫૮ મીમી, સામી માં ૪૧ મીમી, ચાણસ્મામાં ૩૬ મીમી, હારીજમાં ૩૪ મીમી, શંખેશ્વર માં ૨૭ મીમી, સિદ્ધપુરમાં ૨૫ મીમી, સાંતલપુરમાં ૨૪ મીમી, સરસ્વતીમાં ૧૬ મીમી અને પાટણમાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.
અમરેલી : કુંકાવાવ- વાડિયામાં ૬૩ મીમી, રાજુલામાં ૫૨ મીમી, જાફરાબાદમાં ૩૭ મીમી, લાઠીમાં ૧૯ મીમી, બાબરામાં ૧૨ મીમી, બગસરામાં ૧૧ મીમી, ખાંભામાં ૧૦ મીમી, અમરેલીમાં ૩ મીમી અને ધારીમાં ૩ મીમી વરસાદ નોંધાયો છર્ેી.
મોરબી : માળિયામાં ૫૪ મીમી, હળવદમાં ૫૧ મીમી, ટંકારામાં ૩૭ મીમી, મોરબીમાં ૩૩ મીમી અને વાંકાનેરમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા : દાંતા ૫૦ મીમી, વડગામ ૪૨ મીમી, હડાદ ૩૭ મીમી, ડીસા ૨૧ મીમી, પાલનપુર ૨૦ મીમી, ધાનેરા ૨૦ મીમી, ઓગડ ૧૭ મીમી, અમીરગઢ ૧૭ મીમી, દાંતીવાડા ૧૭ મીમી અને કાંકરેજ ૧૪ મીમી વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર : માણસામાં ૪૪ મીમી, ગાંધીનગરમાં ૪૦ મીમી, દહેગામમાં ૩૮ મીમી અને કલોલમાં ૩૫ મીમી વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા : ભાણવડમાં ૪૯ મીમી, કલ્યાણપુરમાં ૨૭ મીમી, ખંભાળિયામાં ૨૬ મીમી અને દ્વારકામાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે.
મહીસાગર : બાલાસિનોરમાં ૩૫ મીમી, કોઠંબા માં ૨૮ મીમી, વીરપુરમાં ૧૮ મીમી, લુણાવાડામાં ૧૬ મીમી, ખાનપુરમાં ૧૩ મીમી, ગોધરામાં ૧૧ મીમી, સંતરામપુરમાં ૫ મીમી અને કડાણા માં ૪ મીમી વરસાદ નોંધાયો છે.
ડાહોદ : લીમખેડામાં ૩૭ મીમી, દેવગઢબારિયામાં ૧૯ મીમી, સીંગવડમાં ૧૫ મીમી, સંજેલીમાં ૯ મીમી, ડાહોદમાં ૬ મીમી, ઝાલોદમાં ૫ મીમી, ધાનપુરમાં ૨ મીમી, સુખસરમાં ૨ મીમી, ફતેપુરામાં ૨ મીમી અને ગોવિદ ગુરુ લીમડીમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુર : બોડેલીમાં ૨૫ મીમી, સંખેડામાં ૧૬ મીમી, છોટાઉદેપુરમાં ૮ મીમી અને કડવાલમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.
તાપી : વાલોડમાં ૨૪ મીમી, વ્યારામાં ૨૨ મીમી, ડોલવણમાં ૧૪ મીમી, સોનગઢમાં ૨ મીમી અને ઉકાઈમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.
વલસાડ : પારડીમાં ૩૨ મીમી, નાનાપોંઢામાં ૨૬ મીમી, ઉમરગામમાં ૨૬ મીમી, વલસાડમાં ૨૨ મીમી, ધરમપુરમાં ૧૯ મીમી, કપરાડામાં ૧૪ મીમી અને વાપીમાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.
નર્મદા : તિલકવાડામાં ૧૧ મીમી, દેડિયાપાડામાં ૫ મીમી, નાંદોદમાં ૪ મીમી, ગરુડેશ્વરમાં ૩ મીમી, ચીકડામાં ૩ મીમી અને સાગબારામાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
વાવ-થરાદ : ભાભરમાં ૨૦ મીમી, રાહમાં ૧૮ મીમી, સુઈગામમાં ૧૧ મીમી, થરાદમાં ૬ મીમી, વાવમાં ૫ મીમી, લખાણીમાં ૫ મીમી, દિયોદરમાં ૩ મીમી અને ધાણિધરમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
ડાંગ : આહવામાં ૩ મીમી, વઘઈમાં ૩ મીમી અને સુબીરમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે, આ લખાઈ રહ્યું ત્યારે પણ મેઘરાજા અનેક વિસ્તારો માં હેત વરસાવી રહ્યા છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
