<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદની તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત : ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર

તંત્રએ લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા, પાણી ભરાતા વિસ્તારો અને નદી-નાળા નજીક ન જવા તથા જૂના અને જર્જરિત મકાનોથી દૂર રહેવાની સલાહ આપી

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બાકરોલમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ પડ્યો છે. બોપલમાં 13 ઇંચ, સરખેજ અને જોધપુરમાં 12.25 ઇંચ, મકતમપુરા અને બોડકદેવમાં 12 ઇંચ, જ્યારે થલતેજમાં 11.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર પણ અસર પડી છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાળકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. અમદાવાદની તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તંત્રએ લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા, પાણી ભરાતા વિસ્તારો અને નદી-નાળા નજીક ન જવા તથા જૂના અને જર્જરિત મકાનોથી દૂર રહેવાની સલાહ આપી છે. પશુઓ અને નાના પ્રાણીઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે.

 

(10:47 PM IST)