News of Friday, 3rd July 2026
A.N.T.F. અમદાવાદ ઝોન અને સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા : નરોડા વિસ્તારમાંથી મેફેડ્રોન સાથે બે આરોપીઓ ઝડપાયા : 20 લાખથી વધુનો મુદામાલ જપ્ત
નાના ચીલોડાથી ઓઢવ રીંગ રોડ તરફ જતા જય અંબે હોટલ આગળ.થી બંનેને દબોચી લેવાયા

અમદાવાદ :પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સુચનાના અનુસંધાને એ.એન.ટી.એફ. અમદાવાદ ઝોનના નાયબ પોલીસ અધિક્ષક કે.ડી.ખાંભલાના માર્ગદર્શન હેઠળ એ.એન.ટી.એફ. અમદાવાદ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.રાજવી, પો.સ.ઈ. એમ.એન.આદરેજીયા, હે.કો. એડવીન એલેક્ઝાન્ડર બ.નં.૮૪૪૦, પો.કો. હિતેષકુમાર રામજીભાઈ બ.નં.૩૦૩, પો.કો. નિરવભાઈ પ્રવિણભાઈ બ.નં.૭૨૯, હે.કો. મનોજકુમાર કાંતીલાલ બ.નં.૧૭૯૯, આ.પો.કો જયેશભાઈ દિનેશભાઈ બ.નં.૫૭૨, આ.પો.કો કૈશિકભાઈ જગદીશભાઈ બ.નં.૫૫૨, અ.પો.કો. જયદીપસિંહ ગોપાલસિંહ બ.નં.૨૧૩૦, આ.પો.કો વિક્રમભાઇ નારણભાઈ બ.નં.૨૦૮૮ તથા ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે નાના ચીલોડાથી ઓઢવ રીંગ રોડ તરફ જતા જય અંબે હોટલ આગળ, અમદાવાદ શહેર ખાતે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપીઓના કબજા માંથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.)નો જથ્થો મળી આવ્યો હતો અને આરોપીઓને સ્થળ પર જ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી જીતેન્દ્ર ઘનશ્યામભાઈ શર્મા ( ઉ.વ.30 ) સરનામું છોટી પડાલ, બાંસવાડા, રાજસ્થાન આરોપી રોહિત રાધેશ્યામ આચાર્ય રહે.કોટડી, તા.અરનોર, જિ.પ્રતાપગઢ, રાજસ્થાન.
ફરિયાદમાં જણાવેલ નહિં પકડાયેલ નામ:- રમેશ સરનામું:- રહે.અમદાવાદ. આરોપી ૪ (નહિં પકડાયેલ નામ:- એક અજાણ્યો મો.સા. ચાલક
ફરીયાદિનું નામ પો.સ.ઈ. એમ.એન.આદરેજીયા, A.N.T.F., અમદાવાદ ઝોન, સીઆઇડી ક્રાઇમ , બાતમી લાવનાર:- (૧) હે.કો. એડવીન એલેક્ઝાન્ડર બ.નં.૮૪૪૦ (૨) પો.કો. હિતેષકુમાર રામજીભાઈ બ.નં.૩૦૩
આ બાબતે આરોપી વિરુદ્ધ NDPS Act 1985 ની કલમ
એન.ડી.પી.એસ. એક્ટ કલમ.૮(સી), ૨૨(સી), ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
આરોપીઓની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી કુલ જપ્ત મુદ્દામાલમાં (૧) મેફેડ્રોન (એમ.ડી.) ભરેલ પ્લાસ્ટિકની પારદર્શક થેલી નેટ વજન ૪૦૮ ગ્રામ અને ૭૭૦ મીલીગ્રામ કિ.રૂ.૧૨,૨૬,૩૩૧/-(૨) પ્લાસ્ટિકની નંગ-૦૨ પારદર્શક થેલી કિ.રૂ.૦૦/- (૩) ડાર્ક ગ્રે કલરની અરટીંગા ગાડી વાહન नं.RJ-03-UA-8064 કી,८,००,०००/- (४) વિવો કંપનીનો મોબાઈલ નંગ-1 કિંમત રૂ.૭,૦૦૦/- (૫) પોકો કંપનીનો સી-૫૫ મોડલનો મોબાઈલ ફોન નંગ.૦૧ કિ.રૂ. ૭,૦૦૦/- એમ કુલ અંદાજિત કિંમત રૂા.૨૦,૪૦,૩૩૧/- થાય છે.
આ કામે આગળની તપાસ નરોડા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર ખાતે સોંપવામાં આવેલ છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
