News of Friday, 16th October 2026
અંબાજીમાં મોડી રાત્રે અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો :પાપડ વેચતા યુવક પર લાકડી-ડંડા વડે હુમલો કરી લૂંટ ચલાવ્યાનો આક્ષેપ
હુમલો કરનારાઓમાં મોટાભાગના કિશોરવયના હોવાનું અનુમાન: મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

બનાસકાંઠાના અંબાજીમાં મોડી રાત્રે અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. લુખ્ખા તત્ત્વોના ટોળાએ પાપડ વેચતા યુવક પર લાકડી-ડંડા વડે હુમલો કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં યુવક પર હુમલો કરતું ટોળું જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરનારાઓમાં મોટાભાગના કિશોરવયના હોવાનું અનુમાન છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અંબાજીમાં અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
