News of Thursday, 23rd April 2026
નર્મદા જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક તરીકે શ્રીમતી એન.પી.પાટડિયાની નિમણુંક
ચૂંટણી નિરિક્ષકના લાયઝન અધિકારી તરીકે ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી-નર્મદા રાજપીપલાનાઓ રહેશે,

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી નિરીક્ષક તરીકે શ્રીમતી એન.પી. પાટડિયા, નાયબ કમિશ્નર, કમિશ્નર ગ્રામવિકાસની કચેરી, ગાંધીનગરની નિમણૂંક કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા ચૂંટણી નિરિક્ષક એન.પી.પાટડિયાનો મોબાઈલન નંબર 9925232356 છે. જ્યારે ચૂંટણી નિરિક્ષકના લાયઝન અધિકારી તરીકે ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી-નર્મદા રાજપીપલાનાઓ રહેશે, તેઓનો મોબાઈલ નંબર 9427678984 છે.
નર્મદા જિલ્લાની જાહેર જનતાને જો ચૂંટણીલક્ષી કોઈ ફરિયાદ હોય તો નિયત સમય દરમિયાન સર્કિટ હાઉસ (રેવા કક્ષ) રાજપીપલા, તા.નાંદોદ, જિ. નર્મદા ખાતે ચૂંટણી નિરિક્ષક ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળશે, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-નર્મદા દ્વારા જણાવાયું છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
