<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

શું આપ બેરોજગાર છો? આપની પાસે સ્‍માર્ટફોન અને બાઈક છે? હા તો આપ બેરોજગાર નથી

ધોરણ ૧૦-૧૨ સુધી જ ભણેલા જેમની પાસે હાલ કોઇ કામ નથી તેવા યુવાનો માટે ખાસફૂડ ડીલેવરી મેનની જેમ જ તમે રેપીડો એપ્‍લિકેશનમાં જોડાઈ સિંગલ સવારી પેસેન્‍જર મુકવાનું કામ કરી સારી કમાણી કરી શકો છો સ્‍માર્ટફોન બાઇકના સહારે યુવાનો ફુડ ડિલીવરી ચેઇન સ્‍વીગી- ઝોમેટો-કવીક- E-કોમર્સ કંપનીઓ ફલીપકાર્ટ, ઝેપ્‍ટો, બ્‍લીન્‍કીટ, એમેઝોન તેમજ કુરીયર કંપનીઓ ડીલ્‍હીવરી, DHFL, મારૂતિ કુરીયર, તીરૂપતિ કુરીયર, પવન કુરીયર કંપનીઓ સાથે જોડાઇને ઘરવપરાશની નાની-મોટી વસ્‍તુઓ પહોંચાડવાનું કામ કરીને પાંચ આંકડામાં આવક રળી શકો છો. માટે તમને જે કામમાં રૂચી હોય તેવી કંપની સાથે જોડાઇ શકો છે. બધી એપ્‍લીકેશનો પ્‍લેસ્‍ટોર પરથી ડાઉનલોડ કરીને વિશેષ વિગતો મેળવી શકાય છે સાથે સાથે આપનો સોશિયલ મીડિયાનો સમય બચશે સતત વ્‍યસ્‍ત રહેશો અને આર્થિક ઉપાર્જન કરશો તેમાં કોઈ બે મત નથી

રાજકોટ તા.૧૩: જો તમે ધોરણ ૧૦ અથવા ૧૨ સુધી જ ભણેલા છો હાલમાં તમારી પાસે કોઇ કામ નથી તમે નવરા છો પરંતુ તમારી પાસે સ્‍માર્ટફોન અને બાઈક હોય તો તમારા પરથી બેરોજગારીનું લેબલ હટી શકે છે ફક્‍ત તમારે રેપીડો નામની એપ્‍લિકેશનમાં જોડાઈને આર્થિક કમાણી કરવાની વાત છે જો તમે આ એપ્‍લિકેશનમાં જોડાશો તો દરરોજ પ્રથમ દિવસથી જ સારી એવી આવક મેળવવા લાગશો તેમાં શંકા ને કોઈ સ્‍થાન નથી.

રેપીડો નામની કંપનીની વેબસાઈટ પર જોડાઈને તમારૂ નામ રજીસ્‍ટર થયા પછી જો કોઈ વ્‍યક્‍તિને સિંગલ સવારીમાં એકથી બીજી જગ્‍યાએ જવું હોય તો એ રેપીડો એપ્‍લિકેશનમાં જતા પોતાને રિક્‍વેસ્‍ટ મોકલતા તમને એ વ્‍યક્‍તિનો મેસેજ લોકેશન સાથે મળી જશે એટલે તમારે ત્‍યાં જઈને એ વ્‍યક્‍તિને તમારા બાઈકમાં બેસાડી તેને જે જગ્‍યાએ જવું હોય ત્‍યાં તમે મૂકીને નિયત ચાર્જ વસૂલ કરી શકો છો. જો તમે આ રેપીડો  સાથે જોડાઓ તો સવારથી સાંજ સુધી તમને સિંગલ સવારી અહીંથી એક બીજી જગ્‍યાએ જવા માટે મેસેજ આવતા રહે અને તમે નવરા ન રહો.

હાલ અસંખ્‍ય યુવાનો swiggy zomato flipkart OLA-Uber જેવી ઓનલાઇન વસ્‍તુ કે ફૂડ સપ્‍લાય કરતી કંપનીની ચેનમાં જોડાયા છે અને સ્‍માર્ટફોન તથા બાઈકના સહારે સવારથી સાંજ સુધી સતત વ્‍યસ્‍ત રહે સારી એવી કમાણી કરી રહ્યા છે અને પોતાના પરિવારને આર્થિક સહયોગ કરી રહ્યા છે.

રેપીડોની એપ્‍લિકેશન પણ પણ આ જ પ્રકારે કામ કરે છે જો તમે તેમાં જોડાશો તો તમને સમયાંતરે ગ્રાહકોને એકથી બીજી જગ્‍યાએ જવા માટેના મેસેજ મળતા રહેશે અને તમે આ રીતે સતત ફરતા રહેશો તમને નવા નવા વિસ્‍તાર પણ જોવાનો લાભ મળશે તમો સોશિયલ મીડિયાથી દૂર રહેશો તમારુ ખોટું બિનજરૂરી પેટ્રોલ પણ બગડશે નહીં અને આ એપ્‍લિકેશનમાં જોડાયા પછી જેટલું પેટ્રોલ વપરાશે તેની સામે તમને વળતર પણ મળશે.

તો હવે જો તમે ૧૦ થી ૧૨ સુધી જ ભણ્‍યા છો અને તમારી પાસે સ્‍માર્ટફોન તેમજ બાઈક છે તો વિચારવાની જરૂર નથી જાગ્‍યા ત્‍યાંથી સવાર સમજીને આ એપ્‍લિકેશન google/play store પરથી ડાઉનલોડ કરી બધી વિગતો મેળવી ને આજથી જ જોડાઈ તમારી કમાણીનો આવકનો સ્‍તોત્ર તમારી સામે જ છે તો વિચાર્યા વગર તેમાં જોડાઈ જાવ અને જો તમને સફળતા મળે તો તમારા અન્‍ય મિત્રોને પણ આ બાબતે જાણ કરી મદદરૂપ બનશો.(૨.૨)

 

ગુજરાતમાં ભારત ટેક્‍સી (સારથિ) સેવાનો પ્રારંભઃ બેરોજગાર યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલશે

દિલ્‍હી બાદ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહની આવકારદાયક પહેલ

ભારત ટેક્‍સી સેવામાં બાઇક ચાલકો પણ (સારથિ) સિંગલ સવારીમાં પેસેન્‍જરને મૂકવાનું  કામ કરીને રોજગારી મેળવી શકશે

રાજકોટઃ નવી દિલ્‍હી બાદ કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે ગુજરાતમાં પણ ભારત ટેક્‍સી સારથી સેવાનો ધમાકેદાર પ્રારંભ થયો છે

૨૭ મી જુન ૨૦૨૬ થી ગુજરાતના ૧૪ જેટલા શહેરોમાં પણ ભારત ટેક્‍સી સેવાનો કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ અન્‍ય મંત્રીઓને વિશેષ ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ છે. ગુજરાતમાં ભારત ટેક્‍સી સેવાનો પ્રારંભ એ ગુજરાતના ખાસ કરીને ધોરણ ૧૦ ૧૨ સુધી જ ભણેલા અને હાલ બેરોજગાર યુવાનો માટે રોજગારીના નવા દ્વાર  ખોલશે.

નવી દિલ્‍હીમાં ફેબ્રુઆરી ૨૬ થી શરૂ થયેલ ભારત ટેક્‍સીમાં દેશભરમાંથી સાત લાખ  સાથીઓ તેમજ ૩૬ લાખ ગ્રાહકો તેમજ ગુજરાતમાંથી એક લાખ પાંચ હજાર  સરથીઓ તેમજ ૬ લાખ જેટલા ગ્રાહકો જોડાઈને અરસપરસના સહકારથી આ સેવાનો લાભ લઇ રહ્યા છે  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના બેરોજગાર યુવાનો કે જેઓ પાસે સ્‍માર્ટફોન અને બાઈક છે તો ભારત ટેક્‍સીની ફોરવીલર ઓટો રીક્ષા અથવા બાઇક હોય તો ભારત  ટેક્‍સી  (સારથિ) સાથે જોડાઈને પણ સારી એવી આવક  મેળવી શકશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રીય મંત્રી અમિતભાઈ શાહના લાંબા ગાળાના વિઝન મુજબ સહકારી ધોરણે કાર્યરત આજ ભારત ટેક્‍સી સેવામાં સારથી તરીકે જોડાયેલા કોઈ પણ વાહન માલિક કાર ઓટોરિક્ષા કે બાઈક ના સારથીને વળતરની પૂરેપૂરી રકમ મળશે જ્‍યારે અન્‍ય કંપનીઓમાં જોડાયેલા આવા વાહન માલિકો પાસેથી કંપનીઓ કમિશન વસૂલ કરતી હતી તે આમાં ભારત ટેક્‍સીમાં સારથી એપ્‍લિકેશનમાં જોડાયેલા કોઈપણ સારથીને પોતાની મહેનતનુંપૂરેપૂરું વળતરમળશે એ આ ભારત ટેક્‍સી સેવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે.  હાલમાં સ્‍માર્ટફોન અને બાઈક ધરાવતા અને હાલ બેરોજગાર રહેલા યુવાનો માટે રોજગારી મેળવવાની આ સુવર્ણ તક છે તેને ઝડપી લેવી જોઈએ આ સેવા ની હજી તો શરૂઆત છે ભવિષ્‍યમાં આમાં જોડાયેલા સાથીઓને સહકારી ધોરણે અન્‍ય લાભો પણ મળી શકે તો નવાઈ નહીં.(૨.૨)

 

અમદાવાદ વડોદરા સુરત જેવા મોટા શહેરોમાં હજારો યુવાનો રેપીડો સાથે જોડાઈને રોજગારી મેળવે છે

રાજકોટ સૌરાષ્‍ટ્રમાં રેપીડો સ્‍કૂટર સવારીનું ચલણ ઓછું છે જ્‍યારે

રાજકોટ તા.૧૩: છેલ્લા કેટલાક સમયથી રેપીડો એપ્‍લિકેશન દ્વારા યુવાનો તેમાં જોડાઈને સ્‍કૂટર અથવા રીક્ષા દ્વારા તેમજ ટેક્‍સી દ્વારા અહીંથી તહીં પેસેન્‍જરોની પેસેન્‍જરની હેરફેર કરી સારી એવી રોજગારી મેળવી રહ્યા છે પરંતુ રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં જોઈએ તેવું પ્રોત્‍સાહન રેપીડો એપ્‍લિકેશન ને મળ્‍યું નથી પરંતુ અમદાવાદ વડોદરા સુરત જેવા મોટા શહેરોમાં હજારો યુવાનો ટેક્‍સી રીક્ષા તેમજ ખાસ કરીને બાઈક પર સિંગલ સવારી પેસેન્‍જરને એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ પહોંચાડી સારું એવું વળતર કમાણી કરી લે છે

અમદાવાદ વડોદરા સુરત સુરત જેવા મોટા શહેરોમાં રેલ્‍વે સ્‍ટેશન બસ સ્‍ટેન્‍ડ મોટી હોટલો મોલ જેવી જગ્‍યાએ સિંગલ સવારી પેસેન્‍જર સરળતાથી મળી રહેતા હોય છે જો તમારી પાસે બાઈક હોય તો તમે રેપીડો એપ્‍લિકેશનમાં જોડાઈને દિવસ દરમિયાન સારી એવી કમાણી કરી શકો છો સ્‍માર્ટફોન અને બાઈક ઘણા યુવાનો પાસે હોવા છતાં સવારથી સાંજ સુધી સોશિયલ મીડિયામાં સમય પસાર કરી અહીંથી નહીં જઈ ખોટો પેટ્રોલનો બગાડ કરે છે તેને બદલે જો આ એપ્‍લિકેશનમાં જોડાઈ સિંગલ સવારી બાઈક પર લોકોને એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ મૂકવાનું કામ કરો તો સો ટકા પાંચ આંકડામાં તમે કમાઈ શકશો તમારા પરથી બેરોજગારીનો બેરોજગારીની છાપ દૂર થઈ જશે તો હવે વિચાર કરો નહીં જોડાઈ જાઓ રેપીડો એપ્‍લિકેશનમાં અને કામ કરી દો ચાલો.

(10:58 AM IST)