<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ગોધરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી સામે આશરે 50 લાખ રૂપિયાની હેરાફેરીનો કેસ નોંધાયો

વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય વસંતાણીએ ભાજપનું ષડ્યંત્ર ગણાવી તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે તેઓ આ મામલે સંપૂર્ણ અજાણ છે

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી સામે આશરે 50 લાખ રૂપિયાની હેરાફેરીનો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આરોપ મુજબ તેમણે આંગડિયા મારફતે નાણાંની હેરફેર કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય વસંતાણીએ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તેઓ આ મામલે સંપૂર્ણ અજાણ છે. તેમણે દાવો કર્યો કે તેમના પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે જેથી તેઓ ચૂંટણી ન લડી શકે અને આ સમગ્ર મામલો ભાજપ દ્વારા રચાયેલ ષડયંત્રનો ભાગ છે.

 

(11:32 AM IST)