<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલે સાંજે ‘સોમનાથ મહોત્સવ’નું ઉદ્ઘાટન : મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન કળા દ્વારા આરાધનાના અલૌકિક ઉત્સવની ઉજવણી : પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંજે ૭ કલાકે ત્રિ-દિવસીય સોમનાથ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે : પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા, જિલ્લાના ધારાસભ્યો ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, ડૉ.પ્રદ્યુમન વાજા, વિમલભાઈ ચૂડાસમા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ. છાકછૂઆક, ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે4:06 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST