<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સુરતના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની છબી ખરડવા બદલ અરુણ પાઠક અને મોહન કનોજિયા સામે ફરિયાદ

આરોપીઓએ ફેસબુક પર અમિતસિંહના ફોટાનો દુરુપયોગ કરી બિભત્સ પોસ્ટ મૂકી:પોસ્ટ હટાવવા માટે 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી

સુરતના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની છબી ખરડવા બદલ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અરુણ પાઠક અને મોહન કનોજિયા સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ ફેસબુક પર અમિતસિંહના ફોટાનો દુરુપયોગ કરી બિભત્સ પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ હટાવવા માટે 1 લાખ રૂપિયાની ખંડણી માંગી, નાણાં નહીં ચૂકવે તો વધુ વાંધાજનક લખાણ વાયરલ કરી ચૂંટણી માટે અયોગ્ય સાબિત કરવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.  

(10:03 PM IST)