News of Tuesday, 29th September 2026
સુરત એરપોર્ટ તરફ 8 જેટલી ફ્લાઇટ્સને ઈમરજન્સી ધોરણે ડાયવર્ટ કરાઈ :મુંબઈમાં ભારે પવન અને પ્રતિકૂળ હવામાનના કારણે નિર્ણય
ઈન્ડિગોની 5 અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 3 ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ કરાવી પાર્ક કરવામાં આવ્યા

મુંબઈમાં ભારે પવન અને પ્રતિકૂળ હવામાનના કારણે ફ્લાઇટ લેન્ડિંગ શક્ય ન બનતાં એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા 8 જેટલી ફ્લાઇટ્સને ઈમરજન્સી ધોરણે સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં ઈન્ડિગોની 5 અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 3 ફ્લાઇટ્સ સામેલ છે..
હાલ આ તમામ વિમાનોનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ કરાવી પાર્ક કરવામાં આવ્યા છે અને મુંબઈમાં વાતાવરણ સામાન્ય થયા બાદ જ તેમને રવાના કરવામાં આવશે; દરમિયાન અચાનક આવી પહોંચેલા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પીવાના પાણી અને રિફ્રેશમેન્ટ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
