<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

વિશ્વ હાયપરટેંશન દિવસના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તપાસ તેમજ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશ્વ હાયપરટેંશન દિવસના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવેલ તમામ જિલ્લા હોસ્પિટલ, એસ.ડી.એચ, સા.આ.કેન્દ્ર, પ્રા.આ.કેન્દ્ર, સબ સેન્ટર-આ.આ.મંદિર ખાતે તેમજ કોમ્યુનિટી લેવલે એન.સી.ડી બીપી.,સુગરની તપાસ તેમજ જનજાગૃતિ કાર્યક્રમો
   17 મે "વિશ્વ હાયપરટેંશન દિવસ" ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નર્મદાની રાહબરી હેઠળ તમામ 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓનું બી.પી અને સુગર ની તપાસ કરવામાં આવી હતી તેમજ લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.વિશ્વ હાયપરટેંશન દિવસના ભાગરૂપે 17 મે થી 24 મે 2026 સુધી નર્મદા જિલ્લાના તમામ આયુષમના આરોગ્ય મંદિર, તમામ જિલ્લા હોસ્પિટલ, એસ.ડી.એચ, સા.આ.કેન્દ્ર, પ્રા. આ.કેન્દ્ર તેમજ કોમ્યુનિટી લેવલે આરોગ્ય કેમ્પ અને વિવિધ જન જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવશે.

(10:36 PM IST)