તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Tuesday, 30th June 2026
રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર ખેડૂતો માટે નહેરમાં પાણી છોડો :10ને બદલે 12 કલાક વીજળી આપો ,પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરો: અમિત ચાવડા
સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુપાલકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ. આટલા દિવસ વીતવા છતાં સરકાર ચિંતિત નથી :રાજ્યમાં જ્યાં જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાર્તાલાપ કરે

ગાંધીનગર : વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સમક્ષ માંગ કરી છે. આખા ગુજરાતના ખેડૂતો અત્યારે જમીન માપણી, જમીનમાં થાંભલા નાખવા સહિતના બાબતોએ આંદોલન કરી રહ્યા છે. સરકાર નિષ્ઠુર બની છે અને કુદરત રૂઠી છે તેમ અમિત ચાવડાએ કહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સરકાર ખેડૂતો માટે ચિંતિત નથી, આયોજનનો આભાવ જોવાઈ રહ્યો છે. તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે. સમગ્ર ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત છે. ખેડતી માટે વીજળી 12 કલાક કરી આપવામાં આવે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુપાલકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ. આટલા દિવસ વીતવા છતાં સરકાર ચિંતિત ના હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં જ્યાં જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાર્તાલાપ કરે
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
