તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
નર્મદા જિલ્લાની આશાવર્કર બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી કાઢી : કલેકટર અને આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું .
જો માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી

( ભરત શાહ દ્વારા) નર્મદા : નર્મદા જિલ્લા મથક રાજપીપલા ખાતે જિલ્લાના છ જેટલા તાલુકામાં ફરજ બજાવતી આશાવર્કર બહેનોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું .
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાની આશાવર્કર બહેનોએ લાંબા સમયથી તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી કાઢી કલેકટર અને આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું હતું . આશાવર્કર બહેનોની માંગણી છે કે તેમને ઇન્ટેન્સિવ આપવામાં આવતું નથી ડિલિવરી દીઠ ઇન્ટેન્સીવેની રકમ ઘણા સમયથી બાકી છે .ત્રણ કલાકની ડ્યુટીને બદલે આઠ આઠ કલાક કામ લેવામાં આવે છે . મેલેરિયાની કામગીરી હોય કે લેપ્રસી સર્વે હોય તમામ કામગીરી આશા વર્કર બહેનો કરે છે પરંતુ ઇન્ટેન્સિવની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે . જો માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી .
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
