તા. ૨૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૨ સોમવાર
ખાંડ પછી હવે ડુંગળી લોકોને રડાવી રહી છે : ભાવ આસમાને : નાસિક બજારમાં ગયા મહિનામાં ભાવમાં ૭૬% નો વધારો થયો છે. દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ રૂા.૬૫ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલા રૂા.૩૫ હતો : ડુંગળીના વધતા ભાવને રોકવા માટે સરકારે બજારમાં બફર સ્ટોક છોડવાનો નિર્ણય લીધો : કેન્દ્ર સરકાર નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે કાંદા એક્સપ્રેસ ચલાવશે10:55 AM IST
ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ મુન્દ્રાનું નાણાકીય કૌભાંડ : ઇન્કમટેક્સના સર્ચ ઓપરેશનમાં બોગસ સેલ કંપનીઓ દ્વારા ૮ અબજથી વધુ રકમ વિદેશ મોકલવાનું ષડયંત્ર ખુલ્યુ : દેશની તિજોરીને જંગી આર્થિક નુકસાન પહોંચાડવાનું કૌભાંડ, ૪ સીએ અને ૫ વચેટિયા સામે પોલીસ ફરિયાદ બાદ પેઢીના અસલી માલિકોને શોધવા કવાયતં10:55 AM IST
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવૃત્તિના સંકેત આપતા વિધાનથી રાજકારણમાં ગરમાવો, કહ્યું ‘હવે હું વધુ કામ કરી શકું તેમ નથી, નવી પેઢીને તક મળવી જોઈએ’ : નાગપુરના પારડસિંગા ખાતે આયોજિત કાર્યક્રમમાં દૈનિક દિનચર્યા અને સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતાં મંત્રી ગડકરીનું નિવેદન : કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર અને ફેરબદલની અટકળો વચ્ચે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ10:40 PM IST
પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય સંગ્રામ: મમતા બેનર્જીએ સુવેન્દુ અધિકારી પર લગાવ્યો નજરકેદની ધમકીનો આરોપ : સુવેન્દુ અધિકારીએ પોતાના સત્તાવાર કાર્યાલયમાંથી ઘર બહાર ન નીકળવા દેવાની ચિમકી આપી હોવાનો ટીએમસી વડાનો દાવો : રાષ્ટ્રપતિ અને CJI ને પ્રશ્ન પૂછી દેશમાં ‘સરમુખત્યારશાહી’ વધી રહી હોવાની કરી આકરી ટીકા10:06 PM IST
સરકારી નોકરીઓ, પીએસયુ અને અનામત મુદ્દે રાજકીય સંગ્રામ: ખડગેના પ્રહારો સામે ચિરાગ પાસવાનનો જડબાતોડ જવાબ : કેન્દ્રમાં ખાલી પડેલી લાખો જગ્યાઓ અને પીએસયુના ખાનગીકરણને મુદ્દો બનાવી કોંગ્રેસે અનામત નાબૂદ કરવાનો મૂક્યો આરોપ: એનડીએના સહયોગી અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બંધારણીય અધિકાર ગણાવી આપ્યો પડકાર7:51 PM IST
જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન કેનેડામાં :ટોરેન્ટો એરપોર્ટ પર પરંપરાગત સ્વાગત અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા સત્કાર સમારોહ યોજાયો:કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતીઓનો મજબૂત સહયોગ-સહકાર મળ્યો છે.: ગુજરાતમાં રોકાણથી જન્મભૂમિનું ઋણ અદા કરવા ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાના સભ્યોને મુખ્યમંત્રીનો અનુરોધ.7:02 PM IST
ઓસ્ટ્રેલિયાથી ફરવા આવી યુવતી..ભારતના ટેક્સી ડ્રાઇવર પર થઈ ગઈ ફિદા બની ભારતીય વહુ : સોશિયલ મીડિયા પર હાલમાં ઓસ્ટ્રેલિયાથી ભારત ફરવા આવેલી એક મહિલા ટૂરિસ્ટની લવ સ્ટોરી ચર્ચામાં : તમિલનાડુના મદુરાઈમાં પ્રવાસ દરમિયાન તેને એક ટેક્સી ડ્રાઇવર સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ આ સંબંધ લગ્નમાં બદલાઈ ગયો આજે બંને એક દીકરીના માતા-પિતા છે9:59 AM IST
મોસ્કોમાં ભારત-રશિયાની હાઇ-લેવલ બેઠક: વિદેશ મંત્રી જયશંકર અને રશિયાના નાયબ વડાપ્રધાન મન્તુરોવે મિલાવ્યા હાથ; આર્થિક અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા પર મંથન : આગામી BRICS સમિટ પહેલાં વિદેશ મંત્રીની બે દિવસીય રશિયા મુલાકાત: IRIGC-TEC ની ૨૭મી બેઠકની સહ-અધ્યક્ષતા અને દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર4:27 PM IST
નાગપુરના ગોધની સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ ગળતર: અનેક લોકોની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ : મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના જલ શુદ્ધિકરણ કેન્દ્રમાંથી ઝેરી વાયુ પ્રસરતા સ્થાનિક રહીશોમાં શ્વાસોશ્વાસની તકલીફ અને અસહ્ય ઉધરસની ફરીયાદો; રાહત અને બચાવ કામગીરી માટે વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું4:01 PM IST
રૂ. ૩૦,૦૦૦ કરોડના દેશવ્યાપી ડિજિટલ અરેસ્ટ તથા સાયબર ફ્રોડ કૌભાંડ પર ઈડીનો સર્જિકલ સ્ટ્રાઈક: મુંબઈથી બે મહાઠગોની ધરપકડ, ૨૦ રાજ્યોમાં ફેલાયેલા નેટવર્ક અને ડમી કંપનીઓનો પર્દાફાશ : ગોવામાં મહિલા સાથે ૨.૬૦ કરોડની ઠગાઈથી શરૂ થયેલી તપાસમાં ૩૦૦ જેટલી ફરિયાદો અને ૧૬૦ FIRનો ખુલાસો, ડ્રાઈવરોને ડાયરેક્ટર બનાવી રૂ. ૨૭,૦૦૦ કરોડના બેંક વ્યવહારો અને રૂ. ૩,૦૦૦ કરોડના રોકડ વ્યવહારો આચર્યાનું બહાર આવ્યું4:01 PM IST
સાંસ્કૃતિક નગરી મૈસૂરૂના વિશ્વવિખ્યાત દશેરા મહોત્સવમાં સ્વાદરસિકો માટે વિશિષ્ટ વાનગીઓની મોજ: મહારાજા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય 'દશેરા આહાર મેળા'નું આયોજન : આગામી ૧૧ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ૧૧ દિવસીય મહોત્સવમાં કર્નાટક સહિત દેશભરના વિવિધ પ્રાંતોની પરંપરાગત અને સ્થાનિક વાનગીઓ પીરસતા ૧૪૦થી વધુ વિશિષ્ટ ફૂડ સ્ટોલ્સ સ્વાદપ્રિય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે4:00 PM IST
મહારાષ્ટ્રના અમરાવતીમાં સરકારી મહિલા હોસ્પિટલના NICU વોર્ડમાં વેન્ટિલેટર ફાટતા ભીષણ આગ: ધુમાડામાં ગૂંગળાઈ જવાથી ૩ નવજાત શિશુઓના દર્દનાક મોત, રાજ્ય સરકારે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ : અધ્યતન વોર્ડમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ બાદ ધડાકો થતાં અફરાતફરી મચી: ૩૬ શિશુઓને ઉગારી લેવાયા, ગંભીર રીતે દાઝેલા અને દાખલ બાળકોને સુપર સ્પેશિયાલિટીમાં ખસેડાયા, મૃતકોના પરિવારોને ₹૫ લાખની સહાયની જાહેરાત4:09 PM IST
ધનિક દેશોની સરખામણીએ ગરીબ રાષ્ટ્રોમાં આરોગ્ય ખર્ચ ૬૦ ગણો ઓછો : આરોગ્ય ખર્ચનો મોટો તફાવતઃ ભારતમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ રૂ.૩૩,૦૯૮ પરંતુ નાગરિકોના ખિસ્સા પર હજુ પણ ૩૯.૪%નો ભારે બોજ અસમાનતા માત્ર સરકારી બજેટ કે નાણાકીય આંકડાઓ પૂરતી સીમિત નથીઃ લોકોના આયુષ્ય અને જીવનની ગુણવત્તા પર પણ સીધી અને ગંભીર અસર3:38 PM IST
ખાંડ એકાએક બની કડવીઃ બે મહીનામાં રિટેલ ભાવમાં આશરે ૪૦%નો ભાવ વધારો : તહેવાર ટાણે ખાંડના ભાવ સળગતા મીઠાઈના ભાવોમાં પણ વધારો : સરકારને ભીંસમાં લેવા વિપક્ષને મળ્યું હથિયાર : ખાંડનો ૫ હજાર વર્ષનો ‘‘મીઠો'' ઇતિહાસઃ ભારત થી શરૂ થયેલી મીઠાશની વિશ્વ સફરઃ શેરડીથી શરૂ થઈ મીઠાશની અનેરી કહાનીઃ ભારતે આપી ખાંડ ને સ્ફટિક બનાવવાની કળાઃ ભારતથી પર્શિયા અને પછી અરબ વિશ્વ સુધીઃ ચીન સુધી પહોંચી ભારતીય ખાંડની ટેકનિકઃ યુરોપમાં ખાંડ સામાન્ય વસ્તુ નહીં, પરંતુ રાજાશાહીનો વૈભવઃ અરબો દ્વારા ખાંડ યુરોપ સુધી પહોંચીઃ ૧૫મી અને ૧૬મી સદી વેળાએ ખાંડ ઉદ્યોગમાં આવ્યો મોટો વળાંકઃ ઔદ્યોગિક ક્રાંતિએ ખાંડને બદલી નાખીઃ ભારતમાં આધુનિક ખાંડ ઉદ્યોગ નો ઉદયઃ ૧૯૩૨ રહ્યું ભારતીય ખાંડ ઉદ્યોગ માટે ઐતિહાસિક વર્ષઃ સ્વતંત્રતા પછી સહકારી ખાંડ મિલોનો વિકાસઃ ગોળ થી લઈને સફેદ ખાંડ અને હવે ઇથેનોલ સુધીઃ ‘શર્કરા'થી ‘‘સુગર '' સુધીની સફરઃ વિશ્વમાં ખાંડના ઉત્પાદન અને વપરાશમાં બ્રાઝિલ પ્રથમ ક્રમે , ભારત બીજા ક્રમેઃ ચીનમાં ઉત્પાદન કરતાં વપરાશ વધારેઃ સૌથી વધારે ખાંડ કયાં વપરાય છે.....? ખાંડની વૈશ્વિક નિકાસ માં કોણ આગળ....? ખાંડના ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે ૧૦ લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને આપી મંજૂરી : લગભગ એક દાયકામાં ભારતે પહેલી વાર આ પ્રકારની ખાંડ આયાતની આપી મંજૂરી 2:13 PM IST
તાંત્રિક વિધિમાં ડાકણ બની પત્ની? છરીથી પતિના શરીરને એક ફૂટ ચીર્યું આંતરડા થેલીમાં ભરી છત પરથી કૂદી પડી : હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મહિલાએ તેના પતિ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કરીને ક્રૂરતાથી હત્યા કરી : છરીના ઘા પેટમાં આશરે ૩૫ સેન્ટિમીટરના હતા, ઘા એટલા ઊંડા હતા કે તેના આંતરડા તેના શરીરથી બહાર નીકળી ગયા હતા10:01 AM IST
લગ્ન માટે પતિ અને પત્નીની ઉંમરમાં કેટલું અંતર હોય તે જરૂરી ? : ઉંમરના તફાવત વિશે રિસર્ચ શું કહે છે ? : લગ્ન માટે યુવક કે યુવતી માટે કોઈ વાત આવે એટલે સૌથી પહેલા ઉંમરના તફાવતને ધ્યાનમાં લેવામાં આવે છે. જો યુવક અને યુવતીની ઉંમરમાં વધારે વર્ષનો તફાવત હોય તો લગ્નની વાત ત્યાં જ અટકી જાય છે 10:41 AM IST
કચરો અને જૂની ફાઇલો વેચીને ૬,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી : કેન્દ્ર સરકાર કચરામાંથી કુબેર બની : કેન્દ્ર સરકારે દાયકાઓથી સરકારી કચેરીઓમાં ધૂળ જમા કરતી જૂની ફાઇલો, કચરો ભરેલા વાહનો અને કાટ લાગતા મશીનરી પર એક અનોખી નજર નાખી, ત્યારે દેશ માટે એક મહત્વપૂર્ણ આર્થિક મોડેલ ઉભરી આવ્યું: છેલ્લા છ વર્ષમાં શરૂ કરાયેલા એક ખાસ સ્વચ્છતા અને કચરો નિકાલ અભિયાન દ્વારા, કેન્દ્ર સરકારે ફેંકી દેવાયેલા કચરો વેચીને ૬,૦૦૦ કરોડ રૂપિયાની જંગી આવક મેળવી10:41 AM IST
૩ મહિનાની પ્રેગ્નન્સીઃ લગ્નને માત્ર ૪ મહિનાઃ રક્ષા મંત્રાલયની મહિલા અધિકારીના મોતથી ખળભળાટ : દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ત્રણ મહિનાની ગર્ભવતી ૩૦ વર્ષીય મહિલાના કથિત આપઘાતનો કેસ સામે આવ્યો : મહિલાના પરિવારે તેના પતિ અને સાસરિયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો10:02 AM IST
સરકારી હોસ્પીટલોમાં અપુરતી સુવિધા તો પ્રાઇવેટમાં મોંઘો ઇલાજ : દેશની સ્વાસ્થ્ય પ્રણાલી સરકારી હોસ્પીટલો પાયાની સુવિધાઓની તંગી અને ખાનગી હોસ્પીટલોમાં મોંઘી મનમાની સારવારના બેવડા સંકટનો સામનો કરી રહી છે : સ્વાસ્થ્ય મંત્રાલયના સંસદીય સમિતિનો ૧૭૬મો રિપોર્ટ નિરાશાજનક તસ્વીર રજુ કરે છેઃ સરકારીમાં ૧૪૦૦ લોકો પર એક ડોકટરઃ ૬૪% લોકો ખાનગી તરફ વળે છે10:16 AM IST
મમ્મીએ કહ્યું કે સારો છોકરો પસંદ કર, મેં રાહુલને પસંદ કર્યો : ફેનગર્લની પોસ્ટ વાયરલ : કાર્યક્રમની એક તસવીરમાં, એક યુવતીના મોબાઇલ સ્ક્રીન પર મેસેજ દેખાયો મમ્મીએ એક સારા વ્યક્તિને પસંદ કરવાનું કહ્યું... મેં રાહુલ ગાંધીને પસંદ કર્યા બીજી મોબાઇલ સ્ક્રીન પર લખાણ દેખાતું હતું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, હું રાહુલ ગાંધીને પ્રેમ કરું છું10:03 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ9:45 AM IST
GenZ સાથે વાતચીત અને 500 જેટલા BLO સાથે સીધી વાતચીત: વિધાનસભા ચૂંટણી પહેલા ECI જ્ઞાનેશ કુમાર કાલથી યુપીના પ્રવાસે : મુખ્ય ચૂંટણી કમિશનર (ECI) જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારથી શરૂ થતા બે દિવસ માટે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. આ સમય દરમિયાન, ચૂંટણી કમિશનર GenZ સાથે વાતચીત કરશે.9:30 PM IST
દેશભરમાં બેંક સેવાઓ ઠપ્પ થવાના એંધાણ : સંયુક્ત મોરચા દ્વારા સપ્ટેમ્બર ૧૧ અને ૨૮થી ૩૦ હડતાળનું એલાન : ૨૬ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની લડત - ન્યૂઝફર્સ્ટ : અઠવાડિયામાં ૫ દિવસનું કામકાજ અને પીએલઆઈ સ્કીમ રદ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનો વિરોધ : સપ્ટેમ્બરમાં ૩ અને ૫ દિવસ સુધી બેંકો સતત બંધ રહેશે11:54 PM IST
ચીન દ્વારા સોનાની છૂપી અને રેકોર્ડબ્રેક ખરીદી : જૂન મહિનામાં ૪૦ ટનથી વધુ સોનું ખરીદી ૨૦૨૫ પછીનો બીજો સૌથી મોટો માસિક સરપ્લસ સર્જ્યો - ન્યૂઝફર્સ્ટ : સત્તાવાર આંકડા કરતાં ૧૬૭ ટકા વધુ સોનું ખરીદી ચીનની સેન્ટ્રલ બેંકે અનામત ભંડાર ૨,૩૬૬ ટને પહોંચાડ્યો : ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૬૦ ટનથી વધુ સોનાનો ઉમેરો11:56 PM IST
મધ્ય પૂર્વમાં મડાગાંઠ ઉકેલવા ઈરાની રાષ્ટ્રપતિનો મોટો દાવો: "અમેરિકા સાથેની સમજૂતી શરણાગતિ નથી પણ યુદ્ધમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ" : ઈરાનની આર્થિક ઘેરાબંધી અને હોર્મુઝના વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને અમેરિકા સાથેના કૂટનૈતિક કરારનો બચાવ કર્યો : ઈરાનમાં જાન્યુઆરીના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા આરોપીને ફાંસી અપાતાં ઉત્તેજના12:14 AM IST
ભારતીય ટેકનોલોજીનો અવકાશમાં ડંકો: 'વિક્રમ' પ્રોસેસર અને સ્વદેશી ચિપ્સના દમદાર પ્રદર્શનથી વિશ્વ વિખ્યાત સ્પેસ એજન્સીઓ પણ અચરજમાં : મોહાલીની સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલી ફ્લાઇટ-ગ્રેડ અને રેડિયેશન-રેસિસ્ટન્ટ ચિપ્સે ચંદ્રયાન-3 અને આદિત્ય-L1 મિશનમાં અભૂતપૂર્વ સફળતા મેળવીને અવકાશ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત'ની સફરને નવી ઊંચાઈ આપી 12:13 AM IST

ભક્તિનો મહાસાગર

હિજરત....

મોંઘવારીનો માર....

ટિંગા ટોળી....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં મોસમી રોગચાળો સંપૂર્ણ કંટ્રોલમાં : H1N1 (સીઝનલ ફ્લૂ) સામેની આગોતરી સજ્જતા અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : જુઓ વિડીયો : રાજ્યમાં H1N1ના દર્દીઓની હાલત સામાન્ય હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી : ૨૦૧૯ની ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ અને સારવાર કરવા તેમજ હોસ્પિટલોમાં પર્યાપ્ત ઓક્સિજન, વેન્ટિલેટર તથા દવાઓ ઉપલબ્ધ રાખવા આદેશ5:07 PM IST
પવિત્ર શ્રાવણ માસમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તીકરણ માટે ૭ પ્રમુખ યાત્રાધામોમાં "શ્રાવણ ઉત્સવ"નું ભવ્ય આયોજન : ૧૬૫ સખી મંડળની ૩૦૦ બહેનો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓનું કરાશે પ્રદર્શન-સહ-વેચાણ : જીએલપીસી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન 'વોકલ ફોર લોકલ' અને 'લખપતિ દીદી' અભિયાનને વેગ આપવા બહેનોને વિનામૂલ્યે સ્ટોલ, રહેવા અને જમવાની પૂરી પાડવામા આવશે સુવિધા12:43 PM IST
રાષ્ટ્રીય કક્ષાની “ટેક સક્ષમ” વર્કશોપનો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ગાંધીનગરમાં શુભારંભ : AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ પર વિશેષ ભાર : ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સરકારની દરેક કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનાવવી જોઈએ : ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનો પાયો નાખવા બદલ નરેન્દ્રભાઈ મોદીના વિઝનને યાદ કરીને ટેકનોલોજી અપગ્રેડેશન પર ભાર મૂકતા અર્જુનભાઈ મોઢવાડિયા4:43 PM IST
૧૦૮થી વધુ પ્રિ એક્ટિવ સીમ કાર્ડ સાથેની ઉત્તરાખંડની ગેંગનો અમદાવાદ પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ : પોલિસમેનની મળેલ બાતમી, કોઈ સામાન્ય નહિ પણ, કોઈ ગંભીર ગુન્હાની તૈયારીઓ હોવાનું ડીસીપી ભગીરથ ગઢવીને સમજતા વાર ન લાગીઃ સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે મળી આરોપીઓ કોઈ સંજોગોમાં છટકે નહિ તેવી રણનીતિ તૈયાર કરીઃ વાયરલ ન્યુઝની ભીતરી કથા : Pi એસ એ.ગોહીલ, સેકન્ડ pi એસ.એસ.સોલંકીની રાહબરીમાં સ્ટાફના જયેન્દ્રસિંહ કેસરીસિંહની બાતમી આધારે PSI જે.આર.બલાત સહીતના સ્ટાફની કાબિલેદાદ કામગીરી2:12 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો : રાજ્યપાલએ તેમના જીવનના પ્રેરક પ્રસંગ વાગોળીને ગામના ખેડૂતોને રાસાયણિક ખેતી ત્યજી, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો:દીકરા-દીકરીને સમાન શિક્ષણ આપવા, વ્યસન મુક્ત રાખવા અને ભાવિ પેઢી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા રાજ્યપાલની અપીલ:બાળકો દેશનું ભવિષ્ય: 'દીકરો-દીકરી એક સમાન' એ સંકલ્પ સાથે બાળકોને ભણતર, ઉછેરમાં સમભાવ અપનાવીએ: રાજ્યપાલ10:55 PM IST
સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નર્મદામાં ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ : વન મહોત્સવ એટલે માત્ર વૃક્ષ વાવવાનો ઉત્સવ નહીં, પરંતુ વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારીનો ઉત્સવ છે: સાંસદ મનસુખભાઈ વસાવા: મહાનુભાવોએ મહોત્સવના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું10:40 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલીના ટીંબરવા ગામે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું : ગ્રામલોકો વૃક્ષારોપણ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાયા: ૧૬૭૫ ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું વાવેતર કર્યું :વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓ સાચવશે: રાજ્યપાલ:રાજ્યપાલ સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે :રાજ્યપાલએ ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું8:34 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારોહ યોજાયો : ૧૨ વિદ્યાશાખાઓના ૯૨ અભ્યાસક્રમોના ૩૭,૩૦૫ યુવા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત, ૯૩ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી અર્પણ: વિકસિત અને આત્મનિર્ભર ભારતનો માર્ગ આપણી યુવા પેઢીના સામર્થ્ય પર આધારિત :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી6:51 PM IST
PDEU-ગાંધીનગર ખાતે 'સમિટ ઓફ ધ ફ્યુચર: SEQUENCE 2026' સમિટ યોજાઈ: ગુજરાત બનશે ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર હબ : નવી પેઢી હવે માત્ર ટેકનોલોજીની વપરાશકર્તા નથી રહી, પરંતુ તે પોતે જ સંશોધક, સર્જક અને ઉદ્યોગસાહસિક બની રહી છે :- સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા:સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના પરસ્પર સહયોગ માટે PDEUના વિવિધ કંપનીઓ સાથે MOU6:26 PM IST
નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા ૫૦૦ અત્યાધુનિક '૧૧૨ જનરક્ષક' વાહનો જોડાશે : રાજ્યમાં હવે ૨૪ કલાક ૧૦૦૦ વાહનો સેવા આપશે : જુઓ વિડિયો : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલય ખાતેથી વાહનોને કરાવશે ફ્લેગ ઓફ : ૧૧ માસમાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલનો ઉકેલ : સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને ૧૦:૪૯ મિનિટ થયો5:59 PM IST
રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનું ‘વિરાસતથી વિકાસ લોકમેળો ૨૦૨૬’ નામકરણ : ઈમરજન્સીને પહોંચી વળવા મેળામાં સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવશે: એ.આઈ. બેઝ્ડ સિસ્ટમ અને ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરાશે: રાજકોટના લોકમેળાની તૈયારી અંગે મીડિયાને માહિતી આપતા જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ: તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ખાતે ભવ્ય આયોજન; તમામ તૈયારીઓ આખરી તબક્કામાં8:37 PM IST
જનરલ બોર્ડમાં હવે ‘અધૂરી માહિતી' નહીં ચાલે : ૭ દિવસમાં વિગતો આપવી પડશે : સામાન્ય સભામાં મેયર નેહલ શુકલની તાકિદ બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો કડક પરિપત્ર : જનરલ બોર્ડમાં જવાબ ઉપરાંત માંગવામાં આવતી વધારાની માહિતી સંબંધિત શાખાધિકારીએ સાત દિવસમાં અચૂક આપવી પડશેઃ પ્રશ્નોત્તરીમાં અધૂરી માહિતી અને ખોટા જવાબોની ફરિયાદો વચ્ચે તંત્રને તાકીદ : પરિપત્રનો તાત્કાલિક અસરથી ચુસ્ત અમલ કરવા આદેશ3:11 PM IST
મેટોડા જીઆઇડીસીમાં બાળાનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર વિક્રમનું હવસનું ભૂત ઉતારતી પોલીસ : અપહૃત ૬ વર્ષની બાળાએ રડવાનું ચાલુ કરતા જ ત્યાંથી પસાર થતી પોલીસે આરોપીને ઝડપી લીધોઃ પરપ્રાંતીય વિક્રમ ગોૈર બે દિ'ના રીમાન્ડ ઉપર આરોપી વિક્રમ પોર્ન વિડીયો જોવાનો શોખીનઃ પત્ની પ માસથી રિસામણે છે અને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે બનાવના પગલે રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર મેટોડા દોડી ગયાઃ આરોપીની આગવી ઢબે સરભરા કરાઇ2:17 PM IST
શીતલબેન કારખાને કામ કરવા ન જાય તો સાસુ જમવા પણ ન દેતાં, પતિ દારૂ પી મારકુટ કરતો : હાલ પીરવાડી પાસે ભાઇ-ભાભી સાથે રહેતી પરિણીતાએ લવમેરેજ કર્યા તે સાસુને પહેલેથી જ પસંદ નહોતું તેર વર્ષ સંયુક્ત પરિવારમાં રહ્યા પછી અલગ રહેવા ગયા તો પતિએ ત્રાસ ચાલુ કર્યોઃ સાસુએ કતું મરી કેમ નથી જતી? કહેતાં કંટાળીને ફિનાઇલ પી લીધીઃ આજીડેમ પોલીસે પતિ વિશાલ અને સાસુ લાભુબેન પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો2:49 PM IST
વકિલાતના વ્યવસાયમાં પારદર્શિતા જરૂરી છેઃ વકીલોએ પક્ષકારોના માઉથપીસ બનવુ જોઇએ નહિઃ જસ્ટીસ ગવઇ : સામાજીક ક્રાંતિમાં વકીલોની ભુમિકા અગત્યની છેઃ આઝાદીની લડાઇમાં વકીલોનું યોગદાન મહત્વનું રહયુ છેઃ સુપ્રિમ કોર્ટ- હાઇકોર્ટના જજીસ તેમજ દેશભરના જાણીતા વકીલોના સેમિનારમાં હાજરીઃ વકીલાતના વ્યવસાયમાં ધર્મનો મતલબ ‘સત્ય અને ન્યાય'નો છેઃ રાજકોટ બાર એસો. દ્વારા આયોજીત નેશનલ લીગલ સેમિનારમાં વકીલોની અભૂતપૂર્વ હાજરી3:41 PM IST
ભાવનગર લઠ્ઠાકાંડઃ કેમિકલ સપ્લાયર આનંદ છાડા મધ્યપ્રદેશથી ઝડપાયો : ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસનો મોટો સપાટોઃ અગાઉ ૧૪ આરોપી બાદ વધુ ૧૩ ઝડપાયા - કુલ આરોપીઓનો આંકડો ૨૭ પર પહોંચ્યોઃ નકલી દારૂ બનાવી વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરવા SIT ની તપાસ તેજઃ અન્ય મોટા બુટલેગરો સુધી તવાઈ પહોંચે તેવી શકયતા3:12 PM IST
ભાવનગરમા ભેળસેળયુક્ત આલ્કોહોલની ગંભીર ઘટનાને પગલે નિમુબેન બાંભણીયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી : સર ટી હોસ્પિટલની મુલાકાત લઈને અસરગ્રસ્તોને યોગ્ય સારવાર માટે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા : જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અઘીક્ષક નીતેશ પાંડેય, આગેવાન કુમારભાઈ શાહ, સર ટી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ કેરવીબેન દેસાઈ, ચિન્મય શાહ સહિતના ઉપસ્થિત4:51 PM IST
કચ્છના ભચાઉમાં ૩.૩ ની તિવ્રતાનો ભૂકંપ11:10 AM IST
ખંભાળિયામાં રેલવે તંત્રની બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો : એક નંબરના ટ્રેક પર બે દિવસથી માલગાડીના બે વેગન ફસાયેલા હાલતમાં : પેસેન્જર ટ્રેનોને 2 નંબરના પ્લેટફોર્મ પર લેવાની ફરજ પડતા ભારે હાલાકી : રાજકોટથી રેલવે તંત્રની રીપેરીંગ ટીમ બોલાવ્યા છતાં કામગીરી ન થતા રોષ : એક સાથે બે ટ્રેનોના સંચાલનમાં અવરોધ - બીજી ટ્રેનને આગલા સ્ટેશને રોકવી પડી : તાત્કાલિક વેગનોને હટાવીને એક નંબરનો ટ્રેક કાર્યરત કરવા માગણી1:31 PM IST
જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞાનુષ્ઠાન યોજાયું : સંતો-મહંતોએ વિધિવત આહુતિઓ અર્પી : શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં મુક્તાનંદજી મહારાજ, ઝીણારામજી મહારાજ, આત્માનંદજી સરસ્વતી અને રવુબાપુની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભૂદેવોના મંત્રોચ્ચારથી ગુંજી ઊઠ્યું આશ્રમ પરિસર10:18 AM IST
‘એક પેડ માં કે નામ' અભિયાનની સાથે દરેક વ્યક્તિ પોતાના નામે પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેઃ કૌશિકભાઈ વેકરીયા : અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયોઃ વન મહોત્સવમાં વળક્ષ ઉછેર કરનારા લાભાર્થીઓનું સન્માન સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,અમરેલી પાલિકા પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા,વરિષ્ઠ વન અધિકારી ડો. રામ મોહન,નાયબ વનસંરક્ષક અમરેલી ડી.એસ. ભારાઈ સહિતનાએ વળક્ષ રથને લીલીઝંડી દર્શાવી જિલ્લામાં પ્રસ્થાન કરાવ્યું10:32 AM IST
પાલિતાણાના સરોડ ખાતે ભાવનગર જિલ્લા ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ : અંત્યોદય માટે છેવાડાના માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની : પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રારંભિક સત્રમાં આપ્યું પ્રેરક ઉદ્બોધન : રાજેન્દ્ર વિદ્યાધામ ખાતે ૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાનારા ત્રણ દિવસીય વર્ગમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા9:58 PM IST
સાસણમાં પોલીસ સ્ટેશનનું કૌશિક વેકરીયાનાં હસ્તે લોકાર્પણ : વર્ષો જૂની હોટલ એસો.ની માંગ સંતોષાઇઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા આગેવાનોઃ પીઆઇ સહિત ૭રનો સ્ટાફ ફાળવવામાં આવ્યોઃ આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર સાસણને મળી સુવિધાઃ ડીઆઇજી અને એસપી તથા આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ11:13 AM IST
ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ ૨ પીડિતોના મોત સાથે મૃત્યુઆંક ૧૩ પર પહોંચતા વિલાપ કરતા મૃતકોના પરિજનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા : મહિસાગર જિલ્લાના મુકેશ ડામોરના મૃત્યુથી છ મહિનાના માસૂમ પુત્ર અને બે વર્ષની પુત્રી પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈઃ ભાર્ગવભાઇ ઉપાધ્યાયે સારવાર દરમિયાન જ પોતાનો જીવ ગુમાવ્યોઃ જવાબદાર તમામ તત્વો અને અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની પીડિત પરિવારોની માંગ11:38 AM IST
ડિજિટલ યુગમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણયઃ ન્યૂઝીલેન્ડમાં ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશેઃ સંસદમાં બિલ રજૂ : બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે વિશ્વમાં મોટો ધડાકોઃ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોકની લતમાંથી માસુમોને ઉગારવા દેશની સરકાર આકરા પાણીએઃ સંસદમાં કાયદો બનાવવા માટે બિલ ટેબલ થતાં જ વિશ્વભરમાં મચ્યો સન્નાટોઃ નિયમનો ભંગ કરનાર સોશિયલ મીડિયા કંપનીઓને કરોડો રૂપિયાનો દંડ ફટકારવાની આકરી જોગવાઈ7:00 PM IST
અમેરિકામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇંધણ જ ખૂટી જતાં ભયાનક હોબાળોઃ તમામ વિમાનો જમીન પર અટવાયાં: નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર : મહાસત્તા અમેરિકાની એરપોર્ટ પ્રશાશનની ઘોર બેદરકારી ઉઘાડી પડી:જેટ ફ્યુઅલની ભયાનક તંગી સર્જાતાં ડઝનબંધ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઠપ્પઃ હજારો મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા અને ભારે હંગામો મચાવ્યોઃ ફ્લાઈટ કામગીરી રોકવા તાત્કાલિક NOTAM ઈમરજન્સી એલર્ટ જાહેર કરવું પડ્યુંઃ એવિએશન સેક્ટરમાં મોટો ભૂકંપ7:02 PM IST
વૈશ્વિક બજારમાં કાળજું કંપાવનારા સમાચારઃ બ્રાઝિલે ઈથેનોલ બનાવવા શેરડીનો તમામ જથ્થો વાપરી નાખતાં દુનિયાભરમાં ખાંડની ભયાનક કટોકટી સર્જાઈ : મોંઘવારીનો મસમોટો ધડાકો: પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડિંગ માટે વિશ્વના સૌથી મોટા શેરડી ઉત્પાદક દેશે દિશા બદલીઃ વિશ્વ બજારમાં ખાંડનો પુરવઠો સાવ ઠપ્પ થઈ જતાં હાહાકારઃ ગરીબથી લઈને અમીર દેશો સુધી ખાંડના ભાવ આસમાને પહોંચવાની ભયાનક શક્યતાઃ મિષ્ટાન અને ખાદ્ય ઉદ્યોગમાં મચ્યો સન્નાટો7:03 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
ગ્લોબલ મિલિટ્રી પાવર ઈન્ડેક્સમાં ભારતનો મોટો ધડાકોઃ દુનિયાની ૧૦ સૌથી શક્તિશાળી સેનામાં ભારતનું સ્થાન ચોંકાવનારું: નાપાક પાકિસ્તાનની હાલત અત્યંત દયનીય : વિશ્વમાં ભારતનો ડંકો, દુશ્મન દેશોમાં ભયંકર ફફડાટ: લેટેસ્ટ ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટમાં ભારતીય સેનાની આક્રમક તાકાતનો લોહિયાળ સ્વીકારઃ મહાસત્તાઓને પણ ટક્કર આપે તેવી હિંદની ફોજઃ ભીખ માગતા પાકિસ્તાનનું સૈન્ય રેન્કિંગમાં ભોંય ભેગું થતાં કંગાળ દેશમાં સન્નાટોઃ ડ્રેગન ચીનને પણ ભારતે બતાવી દીધી ઓકાત7:01 PM IST
ઘરમાં પડેલી જૂની અડ્રેલી-ઈમારતો બની શકે છે કુબેરનો ખજાનો:જૂના સિક્કા તમને રાતોરાત બનાવી શકે છે લખપતિઃ જુઓ કયા સિક્કાની આંતરરાષ્ટ્રીય બજારમાં છે સૌથી વધુ માગ : ઘરના તિજોરી-ગલ્લાં ફંફોસવાનો સમય આવી ગયો: વૈશ્વિક સિક્કા સંગ્રહકો (Numismatists) માં જૂના અને વિશેષ સિક્કાઓ ખરીદવા મચી હોડઃ ૧૯૧૧નો કિંગ જ્યોર્જ પાંચમાનો સિક્કો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સિક્કો અને ભૂલથી છપાયેલા (Mint Error) સિક્કાઓની ભારે માંગઃ ઓનલાઈન હરાજી અને ઓક્શન પ્લેટફોર્મ પર સિક્કાઓની બોલી બોલાઈ રહી છે હજારો-લાખોમાં7:04 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
સુનિલ દામાણીનો આજે જન્મદિવસ2:59 PM IST





























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































