<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ગુજરાતમાં ડામરની અછતઃ અનેક જિલ્‍લામાં વિકાસના કામોને બ્રેક

ડીઝલ બાદ ડામર અને લાઈટ ડીઝલ ઓઈલનાં ભાવમાં આગ : પ્‍લાન્‍ટ ચલાવવા ઉપયોગમાં લેવાતા લાઈટ ડીઝલ ઓઈલનો ભાવ રૂા. ૮૦થી રૂા. ૧૭૦ થયો ચાર મહિનામાં ડામરના ભાવમાં રૂા. ૪૦નો વધારો, કિલોનો ભાવ ૧૦૦ રૂપિયે પહોંચ્‍યો

અમદાવાદ,તા.૨૭: ગુજરાતમાં ડીઝલ બાદ ડામરની પણ અછત ઊભી થતાં અનેક વિકાસના કામો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. એક તરફ ડામરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ સરળતાથી ડામર ઉપલબ્‍ધ નહીં થતાં કોન્‍ટ્રાક્‍ટરો અને માર્ગ નિર્માણ સાથે જોડાયેલા લોકો મુશ્‍કેલીમાં મૂકાયા છે. આヘર્યની વાત તો એ છે કે, રાજ્‍યના મોટા મહાનગરોની સાથે અનેક જિલ્‍લાઓમાં રોડ સહિતના કામો પર બ્રેક વાગી ગઈ છે.

અમેરિકા - ઈઝરાયલના યુદ્ધની સ્‍થિતિ પહેલાં એક કિલો ડામરનો ભાવ ૬૦ રૂપિયા હતો. ત્‍યારબાદ તેમાં રૂા. ૨૦નો વધારો થતાં ભાવ ૮૦ રૂપિયા પર પહોંચી ગયો હતો. તે પછી ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઊંચા જતાં એક મહિના પહેલાં જ ફરી ૨૦ રૂપિયાનો વધારો કરાવો હતો. એટલે, ચાર મહિનામાં ડામરના ભાવમાં કિલોએ કુલ ૪૦ રૂપિયાનો વધારો થઈ ગયો છે. આજે ૧૦૦ રૂપિયે કિલો ડામર મળે છે. ડામરને ગરમ કરવા માટેના પ્‍લાન્‍ટ ચલાવવા લાઈટ ડીઝલ ઓઈલનો ઉપયોગ થાય છે, પરંતુ તેના ભાવ પણ ભડકે બળી રહ્યાં છે. અગાઉ ૮૦ રૂપિષે લિટર લાઈટ ડીઝલ ઓઈલ મળતું હતું, જેનો ભાવ પણ બે તબક્કામાં વધી લિટરે રૂા. ૧૭૦ પર પહોંચી ગયો છે. ભાવ બમણાંથી વધુ વધારો થતાં ઉત્‍પાદન અને માર્ગ નિર્માણ ખર્ચમાં ભાવે વધારો થયો છે.

સૂત્રોના કહેવા મુજબ, હાલમાં આખા ગુજરાતમાં ડામરની સપ્‍લાય ખૂબ જ મર્યાદિત છે. એડવાન્‍સમાં પેમેન્‍ટ કરવા છતાં સમયસર ડામર મળતો નથી. મુખ્‍યત્‍વે ત્રણ કંપનીઓ પાસેથી કોન્‍ટ્રાક્‍ટરો અને અને કંપનીઓ ડામર ખરીદ કરતી હોય છે. જેમાં બી.પી.સી.એલ., આઈ.ઓ.સી.એલ અને એચ.પી. સી.એલ.નો સમાવેશ થાય છે. અત્‍યારે ઈન્‍ડિયન ઓઈલમાં ૧૫ દિવસનું વેઈટિગ છે. જ્‍યારે અન્‍ય કંપનીમાં ડામર ક્‍યારે મળશે, તે નક્કી નથી. પરિણામે બજારમાં અછત વધુ ગંભીર બની રહી છે. આજે સ્‍થિતિ એવી છે કે, પ્‍લાન્‍ટ અઠવાડિયું ચાલું રહે તો એક અઠવાડિયું બંધ રહે છે. જેની અસર વિકાસના કામો પર પડી રહી છે. હવે, આગામી તા. ૧૫ જૂનથી વરસાદ શરૂ થઈ જશે. એટલે, રોડ સહિતના કામો પર બેંક વાગી જશે. જે કામો સીધા ઓક્‍ટોમ્‍બર મહિનામાં થઈ જશે.

ભાવ વધતાં કોન્‍ટ્રાક્‍ટરોની સાથે તંત્ર પણ અટવાયું

ગુજરાતમાં ઘણી જગ્‍યાએ એવી સ્‍થિતિ ઊભી થઈ છે કે, ટેન્‍ડર પ્રક્રિયામાં ભાગ લઈ ઈજારદારોએ રોડ સહિતના કામો લઈ લીધા છે. પરંતુ ડામર, ડીઝલ, પેટ્રોલ સહિતની ચીજવસ્‍તુઓમાં ભાવ વધારો થતાં તેમને પોસાતું નથી. મોટાભાગના કોન્‍ટ્રાક્‍ટરો વૈશ્વિક સમસ્‍યાનું કારણ આગળ ધરી કામ કરવા તૈયાર નથી, જ્‍યારે ઘણા ભાવ વધારાનો ડિફરન્‍સ માગી રહ્યા છે. હવે, મહાનગર પાલિકા કે માર્ગ અને મકાન વિભાગ ડિફરન્‍સના રૂપિયા ચુકવવા જાય તો કરોડો રૂપિયાનું ચુકવણું કરવું પડે, તેવી સ્‍થિતિ છે. જેના કારણે પણ અનેક કામો અટવાઈ ગયા છે.

શહેર કે હાઈવે પર ડીઝલ ઉપલબ્‍ધ, ગામડાઓમાં સ્‍થિતિ ખરાબ

સૂત્રોના જણાવ્‍યા મુજબ, મોટા શહેરો અને હાઈવે પર ડીઝલ મળે છે. જ્‍યારે આંતરિક રસ્‍તાઓ કે ગામડાઓની વાત કરી તો ત્‍યાં સ્‍થિતિ ખરાબ છે. જો, કોઈ એક પંપ પર ડીઝલ ઉપલબ્‍ધ હોય તો વાહનોની લાંબી લાઈનો લાગે છે. તેમાં પણ વાહન દીઠ રૂા ૫૦૦થી લઈ ૧,૫૦૦ સુધીની લિમિટ નક્કી કરેલી છે.

(10:08 AM IST)