News of Tuesday, 13th October 2026
અમદાવાદ જીગરદાન ગઢવીના ' સાચી નવરાત્રી'માં પ્રવેશ નહિ અપાતા ખેલૈયાઓ વિફર્યા ; તોડફોડના દ્રશ્યો સર્જાયા
ગરબા ગ્રાઉન્ડના ગેટ સુધી પહોચેલા ખેલૈયાઓને પ્રવેશ નહીં મળતા ખેલૌયાઓ બેકાબૂ બન્યા અને તોડફોડ કરી રિફંડ-રિફંડના નારા લાગ્યા

ગઈકાલે નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રી' ગરબાના આયોજનને લઈને નિયમોના પાલન અંગે સવાલો ઊઠ્યા હતા. ત્યારે આજે બીજા નોરતે અમદાવાદમાં જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' ગરબામાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા તોડફોડના દ્રશ્યો સર્જાયા છે. NOC વિવાદ વચ્ચે જે ગરબા ગ્રાઉન્ડના ગેટ સુધી પહોચેલા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ નહતો અપાયો, જેના કારણે ખેલૌયાઓ બેકાબૂ બન્યા હતા અને તોડફોડ કરી રિફંડ-રિફંડના નારા લાગ્યા હતા.
અમદાવાદમાં જીગરદાન ગઢવીના ગરબાના આયોજનને લઈને નિયમોના પાલન અંગે સવાલો ઊઠ્યા છે. ફાયર NOC અને જરૂરી મંજૂરીઓ વિના જ ગરબાનું આયોજન કરાયું છે. આયોજકોએ પોલીસ અને ફાયર વિભાગની મંજૂરી લીધી ન હોવાની સાથે સ્થળ પર ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા પણ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે જાહેર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે, ત્યારે બીજા નોરતે અમદાવાદમાં જીગરદાન ગઢવીના 'સાંચી નવરાત્રિ' ગરબામાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા તોડફોડના દ્રશ્યો સર્જાયા છે.
જીગરદાન ગઢવીના 'સાચિ નવરાત્રિ' ગરબામાં નવરાત્રિ 2026ના આજે બીજા નોરતે ગરબા ગ્રાઉન્ડના ગેટે ભારે સંખ્યામાં પહોંચેલા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. ફાયર NOC અને જરૂરી મંજૂરીઓ વિના જ ગરબાનું આયોજન કરાયું હોવાના દાવા વચ્ચે પોલીસે આજે બીજા દિવસે ગરબાની મંજૂરી નહોતી આપી એટલે પાસ હોવા છતાં આયોજકોએ ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આવ્યો નહતો, જેથી ખેલૈયાઓમાં ભારે રોષ ભાટી નિકળ્યો હતો અને તેઓએ ભારે વિરોધ દર્શાવી રિફંડ-રિફંડના નારા સા
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
