News of Tuesday, 21st July 2026
સિદ્ધપુરમાં ATSનું કડક સર્ચ ઓપરેશનઃ બોમ્બ બ્લાસ્ટના ટેસ્ટિંગ-વિસ્ફોટકો બનાવવાના સ્થળોની તપાસ
જૈશ-એ-મોહમ્મદના આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાના ખાડીયાસણના ઘરની અગાસી અને ઉમરદશી નદીના પટમાં તપાસઃ બોમ્બ બનાવવાની શંકા

(જયંતિભાઈ ઠકકકર દ્વારા) પાટણ, તા.૨૧: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ગુજરાત ATSએ ફરી એકવાર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ૧૭ જુલાઈએ અમદાવાદ અને ભરૂચથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૫ આતંકીઓની ધરપકડ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ATSની ટીમે સિદ્ધપુર તાલુકાના ખાડીયાસણ ગામમા આવેલા મદ્રેસા નજીક ધામા નાખ્યા હતા. પકડાયેલા આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને તેના ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું.
ATSને પ્રાથમિક તપાસમાં ખબર પડી કે કડીવાલા પોતાના ઘરની અગાસીમાં બોમ્બ બનાવવાની અને વિસ્ફોટક પાવડર તૈયાર કરવાની પ્રવળત્તિ ચલાવતો હતો. અહીંથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
આતંકીઓએ ઉમરદશી નદીના નિર્જન વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કર્યું હોવાની માહિતી મળતા ATSની ટીમ ત્યાં પણ પહોંચી હતી. નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટના ટેસ્ટિંગનું સ્થળ ચેક કરવામાં આવ્યું હતું.
ખાડીયાસણ બાદ ATSની ટીમ હૈદરપુરા ગામે પણ ગઈ હતી. અહીં અન્ય શંકાસ્પદના ઘર અને ગામની આસપાસની ખુલ્લી જગ્યાઓ તથા મસ્જિદની પણ તપાસ કરવામાં આવી હતી.
ATS હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આતંકી મોહમ્મદે ઘરમાં કયાં-કયાં બોમ્બ બનાવ્યા હતા અને નદી સિવાય અન્ય કયા સ્થળોએ બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું.
સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
