<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

હિંગોળગઢ અભ્‍યારણ પાસે ચેક રીટર્નના કેસ બાબતે સંજયભાઇની હત્‍યાનો પ્રયાસ

અમદાવાદના ધંધુકાના ફેદરા ગામે રહેતાં સંજયભાઇને ચાલુ બાઇકે પાઇપ મારી નીચે પછાડી છ શખ્‍સો તુટી પડતા વિંછીયા પોલીસ મથકમાં ગુનો

રાજકોટ તા. ર૧ :.. અમદાવાદના ધંધુકાના ફેદરામાં રહેતાં સંજયભાઇ પ્રભાતભાઇ પટેલ (ઉ.૩૮) ગઇ તા. ૧૯ નાં સાંજે બાઇક પર જઇ રહ્યા હતા ત્‍યારે હિંગોળગઢ અભ્‍યારણના ગેઇટ નજીક ચેક રીટર્નના કેસની બબાલમાં છ  શખ્‍સોએ ઘસી આવી ગાળો દઇ, ધમકી આપી પાઇપ વડે હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કર્યાની વિંછીયા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે સંજયભાઇ પટેલે વિંછીયા પોલીસ મથકમાં વલ્લભ ઓઘવજીભાઇ બારૈયા, તેના ભાઇ બળવંત (રહે બંને ઓરી ગામ, તા. વિંછીયા) અને ચાર અજાણ્‍યા શખ્‍સો સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે, ગઇ તા. ૧૯ ના તે વિંછીયા કોર્ટ ખાતે મુદામાલ છોડાવવાની અરજી કરવા આવ્‍યા હતાં. કોર્ટમાં મુદામાલ છોડાવવાની પ્રોસેસ બાકી હોવાથી તે બાઇક લઇને વિંછીયાથી નાની લાખાવડ ગામે મિત્રના ઘરે જઇ રહ્યા હતા ત્‍યારે હિંગાળગઢ અભ્‍યારણના ગેઇટ નજીક ત્રણ બાઇકમાં ઘસી આવેલા આરોપીઓએ ચાલુ બાઇકે પાઇપ મારતા તે બાઇક સહિત નીચે પડી ગયા હતાં. બાદમાં આરોપીઓ તેના પર પાઇપથી તુટી પડી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ગાળો દઇ ધમકી આપી જતા રહ્યા હતા આ તરફ ગંભીર રીતે ઘવાયેલા તેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. નવેક માસ પહેલા તેણે મનીષાબેન ઓધવજીભાઇ બારૈયા (રહે. ઓરીગામ) વિરૂધ્‍ધ ચેક રીટર્નનો કેસ કર્યો હતો. જેનો ખાર રાખી આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો.

 

(11:34 AM IST)