News of Wednesday, 18th November 2026
ભાજપના કમલમ સ્નેહમિલનમાં માત્ર ૫૦% જેટલા નેતાઓની હાજરી
મૃદુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કેમ કરવી પડી માર્મિક ટકોર?

અમદાવાદ તા.૧૮: ભાજપ દ્વારા દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષનું સ્નેહ મિલન સમારોહ યોજે છે. જે અંતર્ગત ગઇકાલે સોમવારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સંબોધનમાં એક માર્મિક ટકોર કરી હતી, આવો પહેલા સાંભળીએ કે આ માર્મિક ટકોર શું કરી હતી. તેઓએ કહ્યું હતું કે, નવા વર્ષમાં નવી શરૂઆત પાછલા વર્ષના તમામ સંતોષાયેલાઓને સંતુષ્ટવાનો આ સમય છે એટલે જ આ સ્નેહમિલન આયોજિત કરાયું છે.
મુખ્યમંત્રીને આ ટકોર એટલા માટે કરવી પડી ૨૦૨૭ એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે. જેમાં ભાજપની નારાજગી દૂર થાય, જુના જોગીઓ હોય કે મંત્રીમંડળના સભ્યો હોય, તમામ કાર્યરત બને અને સૌ સાથે મળીને ભાજપના 'સૌનો સાથ સૌનો વિકાસ'ના મૂળ મંત્ર પર ભાજપ આગળ વધે તે માટેની આ માર્મિક ટકોર હતી. સહકાર ક્ષેત્રની ચૂંટણી હોય કે પછી સ્થાનિક નેતાઓની જૂથ બંધી હોય તમામ દૂર કરીએ અને ભાજપ માટે કામે લાગવાના સમય અનુરૂપ મુખ્યમંત્રીએ ટકોર કરી હોય એમ લાગી રહ્યું છે.
આ મામલે રાજકીય વિશ્લેષક જયવંત પડ્યા જણાવે છે કે, આ ટકોરને ભાજપ ફરી સત્તા ઉપર આવે અને એક તારને બંધાય તે માટે આવી ટકોર કરી હોય તેમ લાગી રહ્યું છે. કેમકે જૂથવાદ હોય કે પછી નેતાઓના પ્રશ્નોને લઈને વારંવાર ચર્ચાના એરણ ચગાવતી હોય તેને લઈને આ પ્રકારની ટકોર કરી હોય તો નવાઈ નહીં.
વિશ્લેષકોના મતે, મુખ્યમંત્રીએ કરેલી આ ટકોર ઉડીને આંખે વળગે એવી છે. કેમકે જ્યારે જ્યારે ભાજપનું સ્નેહમિલન સમારોહ હોય, ત્યારે તમામ ધારાસભ્યો, ભાજપના તમામ સાંસદો, ભાજપના તમામ પૂર્વ નેતાઓ અને ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો સ્નેહમિલન સમારોહમાં જોડાતા હોય છે. પરંતુ વર્તમાન સમયમાં થયેલા સ્નેહમિલનમાં ધારાસભ્ય, સાંસદો તેમજ સ્થાનિક નેતાઓ અને સરકારના મંત્રીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જેના કારણે પણ CMએ આ માર્મિક ટકોર કરી હોય તો પણ નવાઈ નહીં.
આમ તો મૃદુ અને સરળ કહેવાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે જ્યારે ટકોર કરે છે, ત્યારે ત્યારે દાદા પાર્ટીની ચિંતાને લઈને જ ટકોર કરતા જોવા મળતા હોય છે. નવા વર્ષની શુભેચ્છામાં પાર્ટી માટે કામે લાગવા માટે મુખ્યમંત્રીએ ટકોર કરીને તમામ કાર્યકરોને એક થઈને આવનારી ચૂંટણી માટે કામ કરવાનો માર્મિક સંદેશો આપતી ટકોર કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
અંતે ૧૬૨ ધારાસભ્યો વાળી ભારતીય જનતા પાર્ટી જેની પાસે હાલ ૨૫ સાંસદો લોકસભાના અને ૧૧ સાંસદો રાજ્યસભાના હોવા છતાં પણ પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાયેલા સ્નેહમિલનમાં માત્ર ૫૦% જેટલા નેતાઓની હાજરી અને અમદાવાદ ગાંધીનગર સહિત નજીકના કાર્યકરોની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. જેને લઈને ૨૦૨૭ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરવાની નોબત આવી હોઈ શકે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.(
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
