<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

બગસરા સહકારી મંડળી ગુજરાતમાં પ્રથમ ક્રમેઃ ૭.૭૨ કરોડ નફોઃ સભાસદોને ૧૬ ટકા ડીવીડન્‍ડ

રાજકોટ, લીલીયા, ધારી, ચલાલા, અમદાવાદ, વડોદરા સહિત ૯ શાખાઓ : મંડળીના સભ્‍યોને સાઇકલ ભેટઃ પાળિયાદમાં સામાન્‍ય સભામાં વિકાસયાત્રાને બિરદાવતા શ્રેષ્‍ઠીઓ

રાજકોટ તા.૨૮: શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની ૪૨ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્‍થાપક ચેમમેનશ્રી રશ્વિનભાઈ ડોડીઆના અધ્‍યક્ષ સ્‍થાને.તેમજ પૂ.શ્રી વિસામણબાપુ ની જગ્‍યા ના પ.પૂ.શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા તેમજ સંચાલકશ્રી ભયલુબાપુની વિશેષ ઉપસ્‍થિતમાં પાળિયાદ વિહળધામની જગ્‍યા ખાતે યોજાયેલ.

૪૨મી વાર્ષિક સાધારણ સભામાં જણાવવામાં આવેલ કે, ધિરાણ ૧૬૦ કરોડ અને ડિપોજીટ ૧૨૦ કરોડ સામે વર્ષે ૨૦૨૫/૨૬ માં નકો ૭.૭૨ કરોડ થયેલ છે અને સરકારના સહકારી ક્ષેત્રેના નવા નિયમો મુજબ મંડળીના સભાસદોને ૧૬%લેખે ડિવિડન્‍ડ ની જાહેરાત કરવામાં આવેલ તથા ખાડી યુધ્‍ધથી પેટ્રોલ-ડીઝલ ગેસના સંભવીત અછતના પગલે પધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની અપીલના ભાગરૂપે સંચાલક મંડળીના સભ્‍યોને ૪૨ વર્ષેમાં પ્રથમ વખત સ્‍મળતિ ચિન્‍હ રૂપે સાયકલ આપવા નિર્ણયના ઠરાવો સહીત સભાસદોએ સર્વોનુમંતે મંજુર બહાલ રાખેલ છે. બગસરા ઉપરાંત ધારી, ચલાલા, અમરેલી, લીલીયા, રાજકોટ, અમદાવાદ નિકોલ અને બાપુનગર તથા વડોદરા સહિત ૯ શાખાઓ આવેલી છે.

મંડળીની સાધારણ સભા બાદ સહકારી સંમેલનનુ ઉદઘાટન પૂ.શ્રી વિસામણબાપુની જગ્‍યાના મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા તેમજ ભયલુબાપુ સંચાલકશ્રીની હસ્‍તે કરવામાં આવેલ અને મંડળીની પ્રગતિને તેમજ સભાસદ લક્ષી કામગીરીને બિરદાવી શુભ આશિષવચન પાઠવેલ. ચેરમેનશ્રી રશ્વિનભાઈ ડોડીઆ એ સભાસદોના અવિરત પ્રેમ અને હુફથી મંડળી સતત બીજા વર્ષે પણ ગુજરાત ની ૬૯૦૦ મંડળીમાં ‘‘પ્રથમ ક્રમાક'' આવેલ છે. તે સભાસદોના વિશ્વાસ થકી શકય બનેલ છે. અમરેલી જીલ્લા ભા.જ.૫. પ્રભારી અભેસિંહ ચૌહાણે મંડળીની કાર્યપધ્‍ધતીને બિરદાવી ‘‘સહકારથી સમુધ્‍ધી'' સુત્રને આ મંડળીએ ચરિત્રાર્થ કરી બનાવેલ છે.અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પુર્વે ચેરમેન શરદભાઈ લાખાણીએ મંડળીના પારદર્શક વહીવટી બદલ અભિનંદન પાઠવેલ, અમદાવાદ ઠકકરબાપા નગર વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી કંચનબેન રાદડીયાએ મંડળીની વિવિધ યોજના થકી સભાસદોને જે લાભ મળ છે. તે સહારનિય જણાવેલ આ તકે મંડળીની શરૂઆતના પાયાના પથ્‍થર સમાન સભાસદો સંન્‍માન કરી બિરદાવામાં આવેલ.

આ સાધારણસભા બાદ સહકારી સંમેલનમાં ચલાલા દાનબાપુની જગ્‍યાના લઘુમહંતશ્રી ઉદપબાપુ, અમરેલી જીલ્લા મથયસ્‍થ બેંકના ડીરેકટરશ્રી દાદભાઈ વરૂ, જીલ્લા પંચાયત સદસ્‍ય આશિષભાઈ અકબરી, ચલાલા નગરપાલીકા પ્રમુખ જયરાજભાઈ વાળા, બગસરા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગીયા, બોટાદ જીલ્લા સહકાર ભારતી પ્રમુખ ભુપતભાઈ ધાધલ, કવીશ્રી સ્‍નેહીપરમાર, સહકારી અગ્રણી સવજીભાઈ શેખ, પાળિયાદ સરપંચ વિજયભાઈ ખાચર, બોટાદ માર્કેટીંગ યાર્ડ ચેરમેન ડી.એમ.પટેલ સહીતના આગેવાનો અને મંડળીના વિવિધ શાખાઓમાં સભાસદ ભાઈ બહેનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

આ સાધારણ સભાને સફળ બનાવવા શાખા એમ.ડી શ્રી વિનુભાઈ રાદડીયા અમદાવાદ, મહેશભાઈ વ્‍યાસ-બગસરા, દિલીપભાઈ નેપાળી-વડોદરા, કેતનભાઈ ધકાણ-ધારી, તનસુખભાઈ ઠાકર- અમરેલી, જયોતિકાબેન રાવલ-ચલાલા, પરીનભાઈ રાજપુરા-લીલીયા મોટા, અરવિંદભાઈ નાગ્રેચા -રાજકોટ, તેમજ ડીરેકટરશ્રીઓ, એડ.બોર્ડે,મેમ્‍બરો, શાખા સેક્રટરી, કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જન.એમ.ડી નિતેષ ડોડીઆ, જન.સેક્રેટરી ડી.જી.મહેતા તથા રવિભાઈ વાળા ધારી, ભયલુભાઈ સરસીયા એ કરેલ એમ ફીલ્‍ડ ઓફીસર જયદિપભાઈ નાકરાણી, આસી જન.સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડ  જણાવે છે

(3:27 PM IST)