<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

બનાસકાંઠા જિલ્લાને દેવ દિવાળીના અવસરે પોતાનું આગવું 'બનાસ ગીત' મળ્યું

મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ગીતનું ભવ્ય લોકાર્પણ કરાયું: 20 કલાકારોએ નૃત્ય સાથે ગીત રજૂ કર્યું :બનાસકાંઠાની દીકરી આદ્યા ત્રિવેદી દિગ્દર્શત અને શિરીન મીરના કંઠે ગવાયેલા ગીતના શબ્દો પરબતકુમાર નાયીએ લખ્યા અને સંગીત રાહુલ પટેલે આપ્યું

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને હવે પોતાની આગવી ઓળખ આપતું ગીત મળ્યું છે. દેવ દિવાળીના પવિત્ર અવસરે 'બનાસ ગીત'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગીતને રજૂ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાની સંસ્કૃતિ, પરંપરા, ધરતીનો વારસો અને સ્થાનિક ઓળખને સંગીતના માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગીતના લોકાર્પણ સાથે બનાસકાંઠાના સાંસ્કૃતિક ગૌરવમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

બનાસ ગીતના લોકાર્પણ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 20 જેટલા કલાકારોએ સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે ગીતને લોન્ચ કર્યું હતું. કલાકારોની નૃત્ય રજૂઆત અને ગીતના સંગમથી કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમ્યું હતું. દેવ દિવાળીના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને લોકોએ બનાસ ગીતને આવકાર્યું હતું.

આ ગીતની વિશેષતા એ છે કે તેનું દિગ્દર્શન બનાસકાંઠાની જ દીકરી આદ્યા ત્રિવેદીએ કર્યું છે. પોતાના જ જિલ્લાના સાંસ્કૃતિક વારસા અને વિશેષતાઓને ગીતમાં રજૂ કરવાની જવાબદારી તેમણે નિભાવી છે. ગીતના માધ્યમથી બનાસકાંઠાની ધરતી સાથે જોડાયેલી પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવને સુંદર રીતે ઝીલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બનાસ ગીતને શિરીન મીરે પોતાનો મધુર કંઠ આપ્યો છે. જ્યારે ગીતના શબ્દોની રચના પરબતકુમાર નાયીએ કરી છે. સંગીતની જવાબદારી રાહુલ પટેલે સંભાળી છે. દિગ્દર્શન, શબ્દો, સંગીત અને ગાયકીના સમન્વયથી બનાસકાંઠાની આગવી ઓળખને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

(12:35 AM IST)