<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સાંતેજ ગરબામાં યુવક પર જીવલેણ હુમલા કેસમાં ભાવિક ગજ્જરની આગોતરા જામીન અરજી

ફરિયાદ નોંધાયા બાદથી ભાવિક ગજ્જર પોલીસ પકડથી દૂર :ફરિયાદ થયા બાદ ભાવિક ગજ્જરે સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ વીડિયો પણ પોસ્ટ કર્યા હતા

અમદાવાદ: સાંતેજ ફોક રાસ ગરબા દરમિયાન યુવક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપી ભાવિક ગજ્જરે આગોતરા જામીન માટે અરજી કરી છે. રિચી રીચ પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જર સામે સાંતેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. જોકે, ફરિયાદ નોંધાયા બાદથી ભાવિક ગજ્જર પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફરિયાદ થયા બાદ ભાવિક ગજ્જરે સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. હવે આગોતરા જામીન અરજીને પગલે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

(8:05 PM IST)