તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
સુરતના અશ્વિનીકુમાર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા: ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ હત્યાને અંજામ આપ્યો:આરોપીઓએ સમાધાનના બહાને યુવકને બોલાવ્યો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતાર્યો

સુરતના અશ્વિનીકુમાર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સમાધાનના બહાને યુવકને બોલાવ્યો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ કરી હતી. જેમાં અમરોલી વિસ્તારમાંથી રાજુ સરોજ, રમેશ બિંદ અને સાહીલ સોનકરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હત્યાનો મુખ્ય આરોપી રાહુલ ગુપ્તાને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
