<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને મોટું વચન :જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો સિટી બસમાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી

કોંગ્રેસ સત્તામાં આવશે તો પિંક પોલીસ હેઠળ પિકપ સ્ટેન્ડ બનાવવામાં આવશે. મહિલાઓ પિંક રીક્ષાથી રોજગારી પ્રાપ્ત કરી શકશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે મહિલાઓને મોટું વચન આપ્યું છે . જો મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો સિટી બસમાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીની સવલત કરી આપવામાં આવશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ કમિટમેન્ટ આપતા કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 31 વર્ષથી ભાજપનું શાસન છે. મહિલાઓની સુરક્ષા બાબતે મહિલા કોંગ્રેસે આક્ષેપ  કર્યા હતા,  કોંગ્રેસ સત્તામાં આવશે તો પિંક પોલીસ હેઠળ પિકપ સ્ટેન્ડ બનાવવામાં આવશે. મહિલાઓ પિંક રીક્ષાથી રોજગારી પ્રાપ્ત કરી શકશે

(8:25 PM IST)